રાજકોટ
News of Tuesday, 17th May 2022

કપાસના ભાવમાં નવી સપાટી : મણના ર૮૪૪ રૂા.

નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતા જ ઘઉંના ભાવો તૂટયા : બે દિ'માં મણે પ૦ થી ૬૦ રૂપીયા ઘટી ગયા

રાજકોટ, તા., ૧૭:   કપાસમાં  ગઇકાલે ભાવો ઘટયા બાદ આજે ફરી તેજીનો દોર યથાવત રહયો હતો.  આજે રાજકોટ યાર્ડમાં  કપાસ એક મણના ભાવ ર૮૪૪ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.   રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૧૩૦૦ કવીન્‍ટલ કપાસની આવક હતી અને કપાસ એક મણના ભાવ ર૧૬૦ થી ર૮૪૪ રૂપીયાના ઐતિહાસિક ભાવે સોદા પડયા હતા. ગઇકાલે કપાસ એક મણના ભાવ ૨૧૦૦ થી ર૭૩પ  રૂપીયા હતા. ગઇકાલે કપાસના ભાવો ઘટયા બાદ આજે ફરી તેજીનો દોર જારી રહયો હતો.  પરમદિ'  કપાસનો ભાવ  ર૭૬૨ રૂપીયાની  નવી સપાટી બનાવ્‍યા બાદ આજે વધુ ૮ર રૂપીયાનો ઉછાળો થતા કપાસના ભાવે ર૮૪૪ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. બેસ્‍ટ કવોલીટીના કપાસની માંગ રહેતા અને સામે આવકો ઘટતા કપાસના ભાવો આસમાને પહોંચ્‍યા છે. બીજી બાજુ કેન્‍દ્ર સરકારે ઘઉંની નિકાશ પર પ્રતિબંધ મુકતા છેલ્લા બે દિ'થી ઘઉંના ભાવો તૂટી રહયા છે. હોલસેલ એકસપોર્ટ કવોલીટીના ઘઉં એક મણના ભાવ ૪૮પ રૂા. હતા તે ઘટીને ૪૩પ રૂા. થઇ ગયા છે અને કિવીન્‍ટલે (૧૦૦ કિલો) એ રપ૦ રૂપીયાનું ગાબડુ પડયું છે. ઘઉં મિડીયમ એક મણના ભાવ ૫૦૦ રૂા. હતા તે ઘટીને ૪૪૦ રૂા. થઇ ગયા છે. તેમજ છુટક બજારમાં ઘઉં એક મણના ભાવ પપ૦ થી ૬૦૦ રૂા. હતા તે ઘટીને પ૦૦ થી પપ૦ રૂા. થઇ ગયા છે.  કેન્‍દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતા લોકોને ભાવ ઘટાડાનો લાભ મળી રહયો છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં રોષ ભભુકી રહયો છે.

(1:46 pm IST)