રાજકોટ
News of Tuesday, 17th May 2022

સેન્‍ટ્રલ બેંક ખોટમાંથી બહાર આવી નફો કરવા લાગીઃ પ્રદીપ ખીમાણીનું અનેરૂ યોગદાન

ડીરેકટર તરીકેની કામગીરી બદલ અભિનંદન વર્ષાઃ અનુભવનો ઉતમ ઉપયોગ

રાજકોટ તા.૧૭ : સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયા સતત ૬ વર્ષની ખોટ પછી નફાના માર્ગે વળી છે સાતમાં વર્ષે નફાનો આંક ૧૦૪પ કરોડે પહોંચ્‍યો છે. જેમાં જૂનાગઢ સ્‍થિત બેંકના નવનિયુકત ડીરેકટર શ્રી પ્રદીપ ખીમાણીનો મહત્‍વનું યોગદાન છ.ે.
પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વડપણ હેઠળ કેબીનેટની નિમણુંક સમિતી (એસીસી) એ ગુજરાત ભાજપના અગ્રણી પ્રદિપ ખીમાણીની સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના ઓલ ઇન્‍ડિયા ડીરેકટર તરીકે નિમણુંક કરી ત્‍યારબાદ પ્રદિપભાઇ ખીમાણીએ બેંકના વરિષ્‍ઠ અધિકારીઓ જોડે અવાર-નવાર નફા-ખોટના કારણો, ખર્ચ અને આવક અંગે મીટીંગો યોજી વિષયને સમજી બેંકની બોર્ડ મિટીંગમાં તેમના પોતાના લાંબા અનુભવના આધારે કરેલા સુચનો અને માર્ગદર્શનના આધારે બેંકે છેલ્લા કવાર્ટમાં રૂા.૩૧૦ કરોડનો તથા નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં રૂા.૧૦૪૪.૮૩ કરોડનો નફો કર્યો છ.ે
વર્ષ ર૦ર૧-રરમાં ખોટમાંથી બહાર આવીને સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાએ રૂા.૧૦૪પ કરોડનો નફો કરીને સિધ્‍ધી હાંસલ કરી છે.
સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના મેનેજીંગ ડિરેકટર એમ.વી.રાવ, એકઝેકયુટીવ ડાયરેકટર અલોક શ્રીવાસ્‍તવ, વિવેક વાહી, રાજીવ પુરી, આર.બી.આઇ. ડાયરેકટર પી.જે. થોમસ, શેર હોલ્‍ડર ડાયરેકટર દિનેશ પાંગતે વિગેરેની સંયુકત મહેનત તથા માર્ગદર્શનના કારણે ભારતીની સૌથી જૂની (સ્‍થાપના વર્ષ ૧૯૧૧) બેંક  છ વર્ષ સતત ખોટ બાદ નફો કરતી થતા શેર હોલ્‍ડરો તથ કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્‍યાપી ગઇ છે.
બેંકના કર્મચારીઓને ૧પ દિવસનો પગાર બોનસ આપવામાં આવ્‍યો છે.પ્રદીપ ખીમાણી ટીમવર્કથી બેંકને બેંકને વધુ ગતિ સાથે પ્રગતીના માર્ગે આગળ વધાવરા કટીબધ્‍ધ છે.

 

(11:10 am IST)