રાજકોટ
News of Saturday, 17th April 2021

કોરોના કાબુમાં લેવા મ.ન.પા. દ્વારા તબીબી સ્ટાફના ૧૦૬ ઓર્ડરો યુધ્ધના ધોરણે અપાયા

૧૦૪ એમ્બ્યુલન્સ આરોગ્ય કેન્દ્ર સંજીવની રથમાં આજે ૭૦ જેટલા હેલ્થવર્કરો નર્સીગ સ્ટાફ લેબટેકનીશીયન ફાર્માસીસ્ટ સ્ટાફ નર્સ એકસ-રે ટેકનીશીયનોની નિમણુંકોઃ આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલની જહેમત

રાજકોટ, તા., ૧૭: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું હોઇ દર્દીઓની વહેલી તકે સારવાર થાય તે માટે મ.ન.પા.નું તંત્ર બનતા તમામ પ્રયત્નો કરી રહેલ છે. આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર, સંજીવની રથ, ૧૦૪ એમ્બ્યુલન્સની સેવા વધુ સુદ્રઢ બનાવવા ૧૦૬ જેટલા તબીબ સ્ટાફની નિમણુંક માટે કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત આજે ૭૦  જેટલા ઓર્ડરો કરી દેવાયા છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે વિગતો આપતા જણાવ્યા હતુ કે આરોગ્ય કેન્દ્રમાં ૪ અને ૧૦૪ એમ્બ્યુલન્સમાં ૩૭ હેલ્થ વર્કરો તથા આરોગ્ય કેન્દ્રમાં ૧ અને ૧૦૪ એમ્બ્યુલન્સમાં ૬ એમ કુલ ૭ નર્સીગ સ્ટાફ અને આરોગ્ય કેન્દ્રમાં ૧ તથા ૧૦૪ એમ્બ્યુલન્સમાં ૭ એમ કુલ ૮ લેબ ટેકનીશ્યનો તથા આરોગ્ય કેન્દ્રમાં ૩ અને સંજીવની રથમાં પ એમ કુલ ૮ ફાર્માલીસ્ટ તેમજ ૧૦૪ એમ્બ્યુલન્સમાં પ સ્ટાફ નર્સ અને સંજીવની રથમાં ૧ એકસ-રે ટેકનીકશ્યનની નિમણુંક કરી છે.

આમ આજે કુલ ૭૦ જેટલા તબીબી સ્ટાફની નિમણુંક કરાઇ છે. જયારે બાકીનાની તબક્કાવાર નિમણુંકો કરી કુલ ૧૦૬ જેટલા આરોગ્ય કર્મીને ફરજ સોંપવામાં આવશે.

નોંધનીય છે કે થોડા મહિનાઓ અગાઉ મ.ન.પા.એ. આરોગ્ય કેન્દ્ર માટે ઉભા તમામ આરોગ્ય સ્ટાફની નિમણુંક માટે પરીક્ષા લેવાઇ હતી. તેમાં ઉતિર્ણ થનાર ૧૦૬ પરિક્ષાર્થીઓને મેરીટનાં આધારે હાલ તુરંત કોરોના કાબુમાં લેવા માટે તાત્કાલીક નિમણુંકો અપાઇ રહી છે.

(3:22 pm IST)