કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ સહિતની બેઠકો યોજાઈ : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ:કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ, જિલ્લા સુખાકારી સમિતિ અને પુરવઠા વિભાગની બેઠકો યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ કચેરીઓની બાકી વિગતો, પેંશન કેશ, રાશન વિતરણ, બાકી વસુલાત, કોર્ટ કેસો, સરકારી પ્રોજેકટસની માપણી, દબાણ હટાવવા, પાણી, વીજ કનેકશન સહિતના વિવિધ મુદાઓની સમીક્ષા કલેક્ટર દ્વારા કરાઈ હતી. તેમજ લોક પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવાની સુચના કલેકટરએ સબંધિત અધિકારીઓને આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસપી બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, પી.એચ.ગલચર, ખેતીવાડી અધિકારી રમેશ ટીલવા, ફિશરીઝ અધિકારી ભારતી ટાંક, પૂરવઠા અધિકારી પ્રકાશ માંગુડા, કાર્યપાલક ઇજનેર નિશિત કામદાર, ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.