રાજપુતી પોશાક ની ભવ્ય શ્રેણી સાથે દિવાળી-વેડિંગ કલેકશન શોપીંગ કાર્નિવલ
સોના-ચાંદીના દાગીના, ડિઝાઇનર ડ્રેસ-કુર્તી- સારીઝ- વેસ્ટર્ન આઉટફીટ્સ- ચિલ્ડ્રનવેર- કોસ્મેટીકસ-ગોલ્ડ જવેલરી- હોમ ડેકોર- ફૂટવેર- દિવાળી ડેકોરેશન-કિચનવેર, મેરેજ કલેકશન અને કસ્ટમાઇઝ જવેલરી આકર્ષણ રૂપ
રાજકોટ : છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા બાદ તેમજ કોરોના મહામારીમાં કંટાળેલી જનતા માટે રાઇઝિંગ રાજપૂતોની ગ્રૃપ દ્વારા દિવાળીના શુભ પર્વ નિમિત્તે તા. ૧૮ અને ૧૯ ઓકટોબરના રોજ સવારના ૧૦ થી સાંજના ૮ સુધી આર.એફ.સી., રાજહંસ પાર્ટી પ્લોટ, સયાજી હોટલ પાછળ રાજકોટ ખાતે બે દિવસીય ભવ્ય શોપિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે.
ટીમ રાઇઝીંગ રાજપૂતોની દ્વારા રાજકોટની રંગીલી જનતાને આ શોપિંગ કાર્નિવલમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
૧૮ તારીખને સોમવારના રોજ સવારના ૧૦.૦૦ કલાકે રાઇઝિંગ રાજપૂતાની ગ્રૃપના દિવાળી શોપિંગ કાર્નિવલના ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના મહારાણી સાહેબશ્રી કાદમ્બરી દેવીજી હાજર રહેશે. તેમજ રાજપૂત સમાજના અને રાજકોટ શહેરની નાની-મોટી સંસ્થાના મહિલા પ્રમુખની હાજરી નોંધનીય બની રહેશે.
કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં મહિલા સંચાલિત નાના-મોટા ગૃપ ઉદ્યોગ તેમજ પ્રદર્શકો બહોળી સંખ્યામાં હાજર રહેશે. જેમાં રાજકોટની જનતા વ્યાજબી ભાવે અનેક વસ્તુઓ જોવા ખરીદવાને લાભ લઇ શકશે. જેમાં સોના-ચાંદીના દાગીના, દિવાળી આઇટમ, રાજપુતી પોશાક તેમજ મેરેજ કલેકશન અને કસ્ટમાઇઝ જવેલરી આકર્ષણ રૂપ બની રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભાર્ગવીબા ગોહિલ, શિવાનીબા ગોહિલ, કિરણબા જાડેજા, અન્નપૂર્ણાબા વાઘેલા, નીલમબા ઝાલા અને લક્ષ્મીબા જેઠવા સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. માહિતી માટે મો. નં. ૯૦૯૯૦ ૯૬૪૯૯ પર સંપર્ક કરી શકાશે.