રાજકોટ
News of Wednesday, 16th September 2020

રૈયા સ્માર્ટ સીટીમાં ર૮ર કરોડના વિકાસ કામોનો ધમધમાટ શરૂ

અટલ સરોવરમાં ૧૩૩ કરોડ અને રોડ ડ્રેનેજ, સીવરેજ વગેરેના ૧૪૬ કરોડના કામો શરૂ કરી દેવાયાઃ ૩પ૦ મજુરોનો કાફલો કામે લાગ્યો : હજુ વધુ ૧પ૦ મજુરો બોલાવાયાઃ કોરોના ટેસ્ટમાં ૭ થી ૮ મજુરોમાં લક્ષણો દેખાતા આઇસોલેટેડ કરાયા

રાજકોટ તા. ૧૬ : કોરોના કહેર વચ્ચે પણ શહેરના વિકાસ કામો અટકે નહી અને વિકાસની ગાડી ચાલતી રહે તેની પૂરી તકેદારી મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ રાખી રહ્યા છે. હવે કોરોનામાં આંશિક રાહત મળી રહી છે. ત્યારે રૈયા સ્માર્ટસીટીમાં ર૮ર કરોડના વિકાસ કામોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

આ બાબતે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ રૈયા સ્માર્ટ સીટીના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ અટલ સરોવરમાં ૧૩૬ કરોડના કામો શરૂ કરાવી દવાયા છે.

આજ પ્રકારે સ્માર્ટ સીટીના અન્ય વિકાસ કામો જેવા કે રોડ, ડ્રેનેજ, સીવરેજ, સ્ટોર્લ વોટર ડ્રેનેજના ૧૪૬ કરોડના કામો શરૂ કરાવાયા છે.

આ તમામ કામોના સિવીલ વર્ક વગેરે માટે ૩પ૦ જેટલા મજુરોનો કાફલો કામે લગાડાયો છે. અને વધુ ૧પ૦ જેટલા મજુરો બોલાવાયા છે.

આ તમામ મજુરોની અલગ કોલોની ઉભી કરાઇ છે. અને કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે પ્રત્યેક મજુરોનું દરરોજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે., ઓકસીજન લેવલ માપવામાં આવે છે.

દરમિયાન ૭ થી ૮ જેટલા મજુરોને કોરોનાના લક્ષણો જણાતા તે તમામને આઇસોલેશનમાં રાખી સારવાર પણ શરૂ કરી દેવાય છે.

આમ કોરોના કહેર વચ્ચે પણ સ્માર્ટ સીટીના કામો પૂરી તકેદારી સાથે ચાલુ રહે તે માટે મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યંુ હોવાનું જાણવા મળ્યું છે.

(3:02 pm IST)