News of Tuesday, 16th January 2018
સંગાથ એપાર્ટમેન્ટમાં સોનલબેન વાઘાણીએ એસીડ પી લેતા મોત
રાજકોટ તા. ૧૬ :.. યુનિવર્સિટી રોડ પર આવેલ સંગાથ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ એસીડ પી લેતા તેનું મોત નિપજયું છે.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ જલારામ-૪ માં સંગાથ એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન બીપીનભાઇ વાઘાણી (ઉ.૪૭) એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ અંજુબેન તથા રાઇટર પ્રદિપભાઇ કોટડે તપાસ આદરી છે.
(4:46 pm IST)