News of Friday, 15th October 2021
મવડી પોલીસ હેડકવાટર્સમાં ગ્રામ્ય પોલીસ દ્વારા શસ્ત્રપૂજન
રાજકોટઃ. દશેરાના પર્વ નિમિત્તે મવડી પોલીસ હેડકવાટર્સ ખાતે આજે સવારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મવડી પોલીસ હેડકવાટર્સના શસ્ત્ર ભંડાર ખાતે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, એસસી-એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ, રૂરલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અજયસિંહ ગોહિલ, રૂરલ એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજા, રૂરલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.જે. રાણા તથા રૂરલ એસ.ઓ.જી.ના પીએસઆઈ જી.જે. ઝાલાના હસ્તે આધુનિક હથિયારોનું શાસ્ત્રોકત વિધિથી શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું તે તસ્વીરમાં નજરે પડે છે.
(3:22 pm IST)