રાજકોટ
News of Wednesday, 14th February 2018

પેડક રોડ પર ડખ્ખોઃ હવામાં ફાયરીંગઃ ૧ને ઇજા

પ્રદિપ પટેલ (ઉ.૨૯) સારવારમાં: સુરેશ રૈયાણી સહિત ૮ જણાએ ધોકાથી હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યાનું કહ્યું: દુકાનનો કાટમાળ ફેંકવા બાબતે માથાકુટ

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર સરાજાહેર ડખ્ખા થતાં રહે છે અને એક બીજા પર ટોળા સશસ્ત્ર હુમલા કરતાં રહે છેઃ ગમે ત્યાં ગમે ત્યારે હથીયારોમાંથી ફાયરીંગની ઘટનાઓ પણ બને છેઃ ત્યારે આજે બપોરે પોણા ચારેક વાગ્યે સામા કાંઠે બ્રહ્મક્ષત્રિયની વાડી પાસે ઉદય કારગો નજીક બે જૂથ વચ્ચેની અથડામણમાં એક જૂથે હવામાં ફાયરીંગ કરતાં ચકચાર મચી ગઇ છેઃ બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છેઃ બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પી.એસ.આઇ. ખાચર, મહેશગીરી, મહેશભાઇ મંઢ, અજીતભાઇ તેમજ ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી ગયો છેઃ પટેલ એમ. વિઠ્ઠલદાસ કુરીયર નામની દૂકાન ઉપર આવેલી એક અન્ય દૂકાનનું રિનોવેશન ચાલતું હોઇ તેનો કાટમાળ ફેંકવા બાબતે માથાકુટ થઇ હતીઃ સુરેશ રૈયાણી અને બીજા ૯ જણાએ માથાકુટ કર્યાનું સામે આવ્યું છે. સુરેશ સાથે કેટલાક ભરવાડ શખ્સો હોવાનું ચર્ચાય છે.

પ્રદિપ મંગળભાઇ પટેલ (ઉ.૨૯-રહે. રણછોડનગર-૨) બપોરે પેડક રોડ પર હતો ત્યારે સુરેશ રૈયાણી અને બીજા ૯ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકાથી માર મારી ઇજા કરતાં અને હવામાં ફાયરીંગ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. વધુ વિગત મેળવાઇ રહી છે.  ફાયરીંગ કોઇ ભૂપતનામના શખ્સે કર્યાની ચર્ચા જોરશોરમાં છે.

 

(4:47 pm IST)