News of Wednesday, 14th February 2018
તમારા બાળક માટે આ સવારી સલામત નથી....
શહેરના રસ્તાઓ ઉપર વિકટ ટ્રાફિક સમસ્યા પ્રવતી રહી છે ત્યારે તમારી અને તમારા પરિવારજનોની સલામતી તમારે જ જોવી પડશે. તસ્વીરમાં કલીક થયેલી માતા અને બાળકી એકદમ ખુશખુશાલ છે. પરંતુ આ ખુશી કાયમ ટકી રહે તે માટે નાનો એવો ફેરફાર કરી દો. કાલથી તમારા બાળકને ગતિ કરતા બાઇકની વિરૂધ્ધ દિશામાં બેસાડવાનું બંધ કરી દો. ટર્નીંગ વખતે તમારૂ બાળક શરીરનું બેલેન્સ ન જાળવી શકે તો ગબડી પણ પડે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:19 pm IST)