રાજકોટ
News of Wednesday, 14th February 2018

રવિવારે સમૂહલગ્ન : ૭ દિકરીઓને વિનામૂલ્યે કરીયાવર આપી સાસરે વળાવાશે

ફેમીલી ગ્રુપનું આયોજન : સંતો - મહંતો હાજરી આપશે

રાજકોટ, તા. ૧૪ : ફેમીલી ગ્રુપ દ્વારા આગામી તા.૧૮ના રવિવારે બીજા સર્વ જ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાત દિકરીઓને વિનામૂલ્યે ઘરવખરી પૂરીની વસ્તુઓ પૂરી પાડવામાં આવશે. ભગીરથ કાર્ય ફેમીલી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સવારે ૬:૩૦ કલાકે સામૈયા, ૮:૩૦ કલાકે હસ્તમેળાપ, ૧૦:૩૦ કલાકે તેમજ ભોજન સમારંભ ૧૧ કલાકે રાખવામાં આવેલ છે. સમૂહલગ્ન જામનગર મેઈન રોડ, દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે, વીવો શો રૂમવાળી શેરી, મનહરપુર-૧ નજીક આવેલા મેદાનમાં રાખેલ છે.

આ પ્રસંગે પૂ. નાથા ભગત ચાવડા, રંઘોળાના પૂ. જેન્તી ભગત, રૈયાધારના શ્રી રાધેશ્યામ બાપુ અને મહિકા ગામના શ્રી દલપતગીરી બાપુ તેમજ મુખ્ય મહેમાનોમાં પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહેલોત, સુરતના વાવ તાલુકાના અનિલભાઈ એમ. પટેલ રાજકોટ ડોકટર એસોસીએશનના પ્રમુખ ડો. ભરતભાઈ વેકરીયા ત્યારબાદ તાલુકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા (ઘોઘુભા) સહિતના હાજરી આપશે.

આ સમૂહલગ્નને સફળ બનાવવા ફેમીલી ગ્રુપ રાજકોટના પ્રમુખ જગદીશભાઈ નાનજીભાઈ સરવૈયા (મો.૯૫૭૪૭ ૭૦૭૪૨), દિલીપભાઈ નાથાભાઈ ગોહિલ (મો.૯૭૧૪૦ ૩૬૫૮૧), કિશોરભાઈ મનસુખભાઈ ચનાબાબા, પ્રવિણભાઈ પોપટભાઈ ચુડાસમા, દક્ષાબેન જગદીશભાઈ સરવૈયા, રમેશભાઈ અરજણભાઈ ચૌહાણ, ભાવનાબેન શ્યામભાઈ પંડિત, ભરતભાઈ બી. હંસોરા અને હિતેષભાઈ પરમાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.(

(4:16 pm IST)