રાજકોટ
News of Wednesday, 14th February 2018

હેલ્પીંગ ફાઉન્ડેશન અને મ્યુ. કોર્પો. દ્વારા ગૌતમનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ : હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશન અને મ્યુ. આરોગ્ય વિભાગના સંયુકત ઉપક્રમે તાજેતરમાં વોર્ડ નં. ૮ ના ડો. આંબેડકર ભવન (ગૌતમનગર) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સાથે જરૂરતમંદ લોકોને દવા પણ વિનામુલ્યે અપાઇ હતી. આ કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે મેમ્બર ઓફ લો કમિશનના પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુ. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક રાજુભાઇ અઘેરા, આરોગ્ય શાખાના ચેરમેન મનીષભાઇ રાડીયા, વોર્ડ નં. ૮ ના પ્રભારી નીતિનભાઇ ભૂત, વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર વિજયાબેન વાછાણી, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ડવ, વોર્ડ પ્રમુખ વી. એન. પટેલ, શહેર મંત્રી રઘુભાઇ ધોળકીયા, વોર્ડ મંત્રી કાથડભાઇ ડાંગર, શહેર ભાજપ મંત્રી મહેશભાઇ રાઠોડ, બક્ષીપંચ પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, અહેવાલ સાપ્તાહીકના તંત્રી સુરેશભાઇ પરમાર,  વોર્ડ નં. ૧૩ ના ભાજપ અગ્રણી રમેશભાઇ બાલાસરા, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ મેમ્બર ધારાબેન વૈષ્ણવ, વોર્ડ નં. ૨ પ્રમુખ ડો. નીતુ પી. કનારા, શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ માધવીબેન ઉપાધ્યાય, દેવયાનીબેન રાવલ, દીપાબેન કાચા, કુસુમબેન ડોડીયા, પૂર્વ કોર્પોરેટર વિજયાબેન સોલંકી, રઘુભાઇ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ગૌતમનગર આસપાસના લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. આરોગ્ય શાખાના ડો. પંકજભાઇ રાઠોડ, ડો. વિસાણી, ડો. તોરલ, ડો. મૌલી, ડો. મહેતા વગેરેએ નિદાન સેવા આપી હતી. આવા સફળ આયોજન બદલ હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી નીનાબેન વજીર, શહેર યુવા ભાજપ મંત્રી કિશનભાઇ ટીલવા, વોર્ડ નં. ૮ યુવા ભાજપ પ્રમુખ જસ્મીનભાઇ મકવાણા, કારોબારી સભ્ય અમિતભાઇ રાજયગુરૂ, વોર્ડ નં. ના મહિલા મોરચાના આરતીબેન શાહ, સાધનાબેન ઝવેરી, પ્રવિણાબેન દોંગા વગેરેએ સહયોગી બનનાર સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.

(4:14 pm IST)