રાજકોટ
News of Wednesday, 14th February 2018

વાંકાનેરના તરકીયામાં રાજકોટના ભાવનાબેન કોળીની ધોલધપાટ

પતિને દારૂ છોડી દેવાનું કહેતાં પતિ, સસરા, જેઠ, નણંદે મારકુટ કરી

રાજકોટ તા. ૧૪: વાંકાનેરના તરકીયા ગામે સાસરૂ ધરાવતાં ભાવનાબેન ચનાભાઇ સારલા (ઉ.૩૫) નામના કોળી પરિણીતાને તેના પતિ ચના, સસરા ભુરાભાઇ, નણંદ ગીતાબેન અને જેઠ રોહિતે ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના ભાઇ પોપટપરા રેલનગર રોડ પર રહે છે. તેણે કહ્યું હતું કે બનેવી ચનાભાઇ દારૂ પીતા હોઇ મારા બહેને દારૂ પીવાની ના પાડતાં ઝઘડો થયો હતો અને પતિ સહિતનાએ ધોલધપાટ કરી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:35 pm IST)