વિજયભાઈ હોમટાઉનમાં : આગેવાનો - અધિકારીઓ દ્વારા સ્વાગત
રાજકોટ : આજે દિવાળીના શુભપર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં છે. આગેવાનો - અધિકારીઓ દ્વારા તેમનંુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉપરોકત તસ્વીરોમાં વિજયભાઈ અને અંજલીબેનનું તેમના નિવાસસ્થાને અભિવાદન કરતાં કલેકટર રેમ્યા મોહન, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ, ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શ્રીમતી કૈલાશબેન ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શ્રીમતી બીનાબેન મીરાણી, બંને પુત્રો મીહીર અને રોહન નજરે પડે છે. જયારે નીચેની અંતિમ બે તસ્વીરોમાં વિજયભાઈ અને અંજલીબેન સાથે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, તેમજ તમામ એસીપીશ્રીઓ ડી.વી. બસીયા, એસીપી પલસાણા, પ્રવિણકુમાર મીણા, બી.એ. ચાવડા, એસ.આર. ટંડેલ, એચ. એલ. રાઠોડ, પી. કે. દિયોરા, જે. એસ. ગેડમ તેમજ પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એસ.વી. સાખરા, પી.એમ. ધાખડા, યુ.બી. જોગરાણા, એમ. વી. રબારી સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)