'કરણપરા કા રાજા' ની આરતીનો લાભ લેતા આગેવાનો
વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) ના પ્રમુખ રણજીતભાઇ ચાવડીયા, મહામંત્રી દીપક ભટ્ટ, વિશાલ માંડલીયાની આગેવાની હેઠળ શહેરના કરણપરા ચોક ખાતે 'કરણપરા કા દાદા' સાર્વજીનક ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરાયુ છે. દરરોજ ંઆરતીમા રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રના આવેવાનોના લાભ લ્યે છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બીનાબેન મિરાણી, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, મિહીર મિરાણી, રોહન મિરાણીએ ગણપતિ દાદાની આરતીનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના માર્ગદર્શક રણજીતભાઇ ચાવડીયા, દીપક ભટ્ટ, વિશાલ માંડલીયા, ઉમેશ ધામેચા, કિરીટભાઇ ઘઘડા, દીપુભાઇ બોરીયા, જયેશ ગોંડલીયા, મહીપતસિંહ ચુડાસમા, હેમુભાઇ ચૌહાણ, ઉમેશ ટાંક વગેરે સાથે સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મહોત્સવમાં પ્રચાર પ્રસારનું કાર્ય હરેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર સંભાળી રહ્યા છે.