News of Saturday, 14th May 2022
ગાંધીગ્રામ શ્યામનગરના મીનાબેન અમલ લાપતા
રાજકોટ, તા. ૧૪ : ગાંધીગ્રામ શ્યામનગર શેરી નં. ર માં રહેતા મીનાબેન હિતેષભાઇ અમલ (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરી છે. તેણે મરૂન કલરની લેગીઝ, બ્લુ કલરનો કૂરતો પહેરેલ છે. તેના જમણા હાથમાં ઓમ ત્રોફાવેલ છે. જો કોઇને આ મહિલા જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(4:37 pm IST)