રાજકોટ
News of Saturday, 14th May 2022

રાજકોટને મચ્‍છુથી સૌની યોજના હેઠળ સીધુ પાણી આપવા મુખ્‍યમંત્રીને કમિશનરનું સૂચન

સૌની યોજના પરનું ભારણ ઘટાડવા અને વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ કરવા પાણીદાર વાત

 

રાજકોટ, તા., ૧૪: શહેરમાં ઉનાળામાં તથા લાંબા ગાળા માટે સૌની યોજનાનું ભારણ ઘટાડવા અને વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બનાવવા રાજકોટને મચ્‍છુથી ડાયરેકટ પાઇનલાઇન બીછાવી પાણી આપવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને મ્‍યુ. કમિશ્નર અમીત અરોરાએ સુચન કર્યુ હતું.

 આગામી સમયમાં શહેરને જળકટોકટીમાંથી ઉગારવા અને વિતરણ વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવા ગઇકાલે રાજકોટ મનપામાં પધારેલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને મ્‍યુનીસીપલ કમિશ્નર અમીત અરોરાએ બે વિકલ્‍પોના સુચનો કરતા જણાવ્‍યું હતું કે શહેરને આજી અને ન્‍યારી ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. જયારે આ બંન્ને ડેમો તળીયાઝાટક થઇ જાય છે ત્‍યારે જી.ડબ્‍લ્‍યુ.આઇ.ેએલ.  મારફત સૌની યોજનાનું પાણી લઇ વિતરણ વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવે છે. ત્‍યારે આ ભારણ ઓછુ કરવા લાંબા ગાળાને ધ્‍યાનમાં રાખીને મચ્‍છુ-૧ તથા મચ્‍છુ-ર થી રાજકોટ શહેરને ડાયરેકટ પાઇપલાઇન બિછાવવામાં આવે તો સૌની યોજનાનો ભારણ ઘટી શકે. આ પાઇન લાઇન બિછાવવા અંદાજીત ૫૦૦ કરોડ જેટલો થાય છે. જેના માટે વર્લ્‍ડ બેંક લોન પણ આપે છે.

(4:05 pm IST)