રાજકોટ
News of Saturday, 14th May 2022

જેલમાં હત્‍યા કેસના બે કેદી અફરોઝ અને આકાશે બીમારીની વધુ ગોળી પી લેતા દાખલ

પાંચ વર્ષથી જેલમાં રહેલા અફરોઝને કેસ આગળ ન ચાલતા અને આકાશે કંટાળી વધુ ગોળી પી લીધી

 

રાજકોટ તા. ૧૪ : મધ્‍યસ્‍થ જેલમાં હત્‍યાના કેસમાં પાંચ વર્ષથી રહેલા કાચા કામના બે કેદીએ બીમારીની વધુ પડતી ગોળી પી લેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ગોંડલમાં રહેતો અને વડોદરામાં સુરેશ યાદવની હત્‍યાના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી રાજકોટની મધ્‍યસ્‍થ જેલમાં રહેલો આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.વ.૨૩) એ રાત્રે પોતાની બેરેકમાં બીમારીની વધુ પડતી ગોળીઓ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે તે પાંચ વર્ષથી જેલમાં હોઇ કંટાળી જતાં પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે. જ્‍યારે લીંબડીમાં રહેતો અને હત્‍યાના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ જેલમાં રહેલા અફરોઝબીન સૈયદબીન (ઉ.૩૮) એ ગઇકાલે પોતાની બેરેકમાં હતો ત્‍યારે બીમારીથી વધુ પડતી ગોળીઓ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તે પાંચ વર્ષથી જેલમાં હોઇ, કેસ આગળ ન ચાલતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું છે. આ અંગે પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.(

(3:11 pm IST)