રાજકોટ
News of Saturday, 14th May 2022

MRI, CT SCAN ના ખર્ચા સરકારી હોસ્‍પિટલના ગરીબ દર્દીઓને પોષાતા નથી : ગાયત્રીબા વાઘેલા

અમૃતમ કાર્ડ હોવા છતાં ટેસ્‍ટના પૈસા દર્દીને પરત અપાતા નથી : સામાન્‍ય દર્દીઓને સીધા સ્‍પર્શતા ૧૪ પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબાની રાજકોટ આવેલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત : પ્રાઇવેટ વોર્ડ વરસોથી બંધ છે : કહેવાતા વેન્‍ટીલેટર ‘ધમણ' પાછળના કરોડોના ખર્ચા પ્રજાના પૈસાનું પાણી : રોગી કલ્‍યાણ સમિતિની ગ્રાન્‍ટમાંથી એમઆરઆઇ - સીટી સ્‍કેન મશીનની ખરીદી કરવા માંગણી

રાજકોટ, તા. ૧૪ : ગઇકાલે રાજકોટ આવેલા રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વિપક્ષના અગ્રણીઓ સાથે મુલાકાત કરી તેમની રજુઆતોના યોગ્‍ય નિકાલની ખાત્રી આપી હતી. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા ગરીબ દર્દીઓને સીધા સ્‍પર્શતા ૧૪ જેટલા વિવિધ પ્રશ્નનોની મુખ્‍યમંત્રીશ્રી પટેલને લેખિત રજુઆત કરવામાં આવી હતી. એમ.આર.આઇ અને સીટીસ્‍કેન ટેસ્‍ટના ખર્ચા સરકારી હોસ્‍પિટલના ગરીબ દર્દીઓને પોષાતા નહીં હોવાનો પ્રશ્ન ઉઠાવી આ બન્ને ટેસ્‍ટનો કોન્‍ટ્રેકટ ખાનગી એજન્‍સી પાસેથી રદ કરી રોગી કલ્‍યાણ સમિતિની પડેલી લાખોની ગ્રાન્‍ટમાંથી ખરીદી પ્રશ્નનું નિરાકરણ કરવા માંગણી કરી હતી.
ગાયત્રીબા વાઘેલાએ આ ઉપરાંત  પોતાની લેખિત રજુઆતમાં જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં આવેલ P.D.U. સરકારી હોસ્‍પીટલના સમગ્ર સોરાષ્‍ટ્રમાંથી દર્દીઓ આવતા હોય છે અને એમાય ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે આ હોસ્‍પીટલ એકમાત્ર આશાનું કિરણ છે ત્‍યારે સૌરાષ્‍ટ્રને એઈમ્‍સની સુવિધા સંપૂર્ણ આપતા કાર્યરત થાય તેને હજુ ઘણો જ સમય લાગશે. પરંતુ હાલ રાજકોટની આ સરકારી હોસ્‍પીટલમાં ઈન્‍ચાર્જ સીવીલ સુપ્રીન્‍ટેન્‍ડની અણ-આવડતના કારણે અને કયાંકને કયાંક તેમની કામ કરવાની નીતિ-રીતીના કારણે હોસ્‍પીટલનું આરોગ્‍ય તંત્ર લકવાગ્રસ્‍ત બની કથળી ગયું છે. ત્‍યારે તેને સુધારવાને બદલે સીવીલ સર્જન દ્વારા માત્ર વગર ટેન્‍ડરની ખરીદીમાં વધુ રસ દાખવવામાં આવે છે ત્‍યારે આપ રાજકોટના આંગણે આવ્‍યા છો ત્‍યારે રાજકોટ અને સૌરાષ્‍ટ્રની જાહેર જનતાના વ્‍યાપક જનહિતના આરોગ્‍યને ઘ્‍યાને લેવા નીચેના મુદ્દાઓ આપના ઘ્‍યાન ઉપર મુકી છીએ અને આપની પાસેથી યોગ્‍ય કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.
(૧)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં સીવીલ સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ,મેડીકલ ઓફીસરો, નર્સીંગ સ્‍ટાફ સહીતની ધણી જગ્‍યાઓ કાયમી ધોરણે ખાલી છે જે સરકાર દ્વારા આજ સુધી ભરવામાં આવી નથી તે તાત્‍કાલીક ભરવામાં આવે.
(ર)    M.R.I. તથા C.T. Scan જેનો પ્રાઈવેટ કોન્‍ટ્રાકટ આપવામાં આવેલ છે. સરકાર ધારે તો રોગી કલ્‍યાણ સમિતિમાં ઘણી બધી ગ્રાન્‍ટો પડી છે. જેમાંથી સરકાર M.R.I. મશીન તથા હઈતઈ કભબ્‍દ્ય મશીન વસાવીને ગરીબ દર્દીને મદદરૂપ થઈ શકે છે.  છતાં પણ સરકાર પ્રાઈવેટ કંપનીને આનો કોન્‍ટ્રાકટ આપતા ગરીબ દર્દી માટે આ કંપની દ્વારા કાયદેસરની લુંટ ચલાવવામાં આવે છે.
(૩)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં દર્દીઓ માટે અમૃતમ કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી M.R.I. તથા હઈતઈ C.T.Scan ના પૈસાની વસુલાત કરવામાં આવે છે અને જો દર્દીઓ માટે ઓપરેશન જરૂરી હોય તો દર્દીઓને M.R.I. તથા C.T.Scan  ના પૈસા પરત આપવામાં આવતા નથી.  જેથી કરીને ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.  તેમજ હઈતઈ C.T.Scan  તથા M.R.I.વાળા પોતાની મનમાની ચલાવી ગરીબ દર્દી પર કાયદેસરની લૂંટ ચલાવી રભ છે.
(૪)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં પ્રાઈવેટ વોર્ડ વર્ષોથી બંધ છે, તેમજ ધૂળ ખાઈ રભ છે.  જેનો કોઈપણ લાગતા અધિકારીઓ જાતે જઈને તેની સ્‍થળ પર તપાસ કરતા નથી તેમજ સાફ-સફાઈની તસ્‍તી પણ લેતા નથી.
(પ)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં એમ્‍બ્‍યુલન્‍સ તેમજ તેના કાયમી ડ્રાઈવર સરકારશ્રી દ્વારા મુકવામાં આવેલ નથી જેના કારણે ગરીબ દર્દીઓને પ્રાઈવે એમ્‍બ્‍યુલન્‍સનો સહારો લેવો પડે છે.  તેમજ ડબલ ભાવે ગરીબ દર્દીઓને ભાડાનું ચુકવણું કરવું પડે છે. જેનો આજ દિન સુધી તંત્ર કે સરકાર દ્વારા ગરીબ દર્દીઓના હિત અને લાભ માટેનો કોઈ જાતનો પ્રયાસ કરવામાં આવેલ નથી.
(૬)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં લેબોરેટરીમાં પુરતા સાધનો અને મશીનરી ન હોવાને કારણે ડોકટરો અને લેબોરેટરીની સાંઠગાંઠને લીધે ગરીબ દર્દીઓને અમુક પ્રકારના ટેસ્‍ટ બહારની લેબોરેટરીમાં કરાવવા પડે છે. આના માટે સરકાર દ્વારા આજદીન સુધી કોઈપણ જાતના પ્રયાસ કરવામાં આવેલ નથી.
(૭)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં કોરોના કાળમાં સરકારશ્રી દ્વારા લાખોના ખર્ચે કરી જે મશીનો મંગાવવામાં આવેલ હતા, જે ધમણ મશીન વેન્‍ટીલેટરની કક્ષાએ આવતું ન હોય અને વેન્‍ટીલેટર જે ઉપયોગમાં આવે તે ધમણ મશીન ઉપયોગમાં આવી શકે તેમ ન હોવા છતાં લાખો રૂપિયાના ધમણ મશીન ખરીદયા અને તે આજે ધૂળ ખાઈ રહ્યા છે.
(૮)રાજકોટ સીવીલ હોસ્‍પીટલની અંદર સ્‍ટ્રેચર, વ્‍હીલચેર, ડાયાબીટીસના ઈન્‍જેકશન તેમજ રેગ્‍યુલર દવાઓની કાયમ અછત રહે છે.
(૯)રાજકોટ સીવીલ હોસ્‍પીટલ છેલ્લા ઘણા સમયથી રાશન તેમજ કરીયાણું, શાકભાજી, દુધ તેમજ રસોડાને લગતી અન્‍ય વસ્‍તુઓ જેનું કોઈપણ જાતનું ટેન્‍ડર બહાર પાડવામાં આવેલ  નથી. સીવીલ સર્જન અને તેના સ્‍ટાફ દ્વારા મનફાવે ત્‍યાંથી ડબલ ભાવે ખરીદ કરતા હોય છતાં પણ સરકાર દ્વારા ટેન્‍ડર બાબતે કોઈપણ જાતના પગલાં ભરવામાં આવેલ નથી અને ભષ્‍ટ્રાચારને પોસી રહ્યા છે તેવું પ્રતિત થાય છે.
(૧૦)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં ઓર્થોપેડીકમાં ઓછામાં ઓછા દસ ઓર્થો. ડોકટરો તેમજ  સર્જનની પણ જરૂરીયાત હોવા છતાં તેની સામે હાલ માત્ર ચાર ઓર્થો. ડોકટર ઉપલબ્‍ધ છે અને તેમાં પણ પ૦% વિઝીટર અને એક ડોકટર જ પરમેનન્‍ટ છે ત્‍યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ઓર્થોપેડીક સર્જનની કે ડોકટરની ભરતી કરવામાં આવેલ નથી. હાલમાં સીવીલનો ઓર્થો. વિભાગ રેસીડન્‍ટ ડોકટર ઉપર આધારીત છે જેથી ગરીબ દર્દીઓને ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.
(૧૧)    રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં ઓર્થોપેડીક વિભાગમા ધણા ખરા સાધનો બહારથી મંગાવવામાં આવે છે. જે ગરીબ દર્દીઓને પોતાના સ્‍વખર્ચે લેવા પડે છે. તો સરકારશ્રી દ્વારા રોગી કલ્‍યાણ સમિતિમાંથી આ સાધનો ખરીદીવામાં આવે તો ગરીબ દર્દીઓને રહ્યા થાય તેમ છે. છતાં પણ રોગી કલ્‍યાણ સમિતિમાં ફંડમાંથી પૈસા આપવાને બદલે ગરીબ દર્દીઓ પોતાના પૈસે મંગાવી રભ છે. જો આ ફંડ સરકાર દ્વારા વાપરવામાં આવે તો ગરીબ દર્દીઓને મદદરૂપ થઈ શકાય તેમ છે. છતાં પણ સરકારશ્રી દ્વારા આવુ પગલું ભરવામાં આવતું નથી.
(૧ર)    હોસ્‍પીટલમાં દવાની ખરીદી માટે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જ ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ નથી. જે પણ એક મોટો ભ્રષ્‍ટ્રાચાર છે.
ત્‍યારે ઉપરોકત વિષય વિગતો અને મુદ્દાઓને ઘ્‍યાને લઈ યોગ્‍ય કાર્યવાહી કરવા શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ માંગણી  કરી હતી.
આ ઉપરાંત વિવિધ પ્રશ્ને મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ડેલીગેશનમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, કોર્પોરેટર મકબુલ દાઉદાણી, અતુલ રાજાણી અને પ્રવિણ રાઠોડ જોડાયા હતા.

 

(3:05 pm IST)