રાજકોટ
News of Sunday, 14th January 2018

રાજકોટમાં અધિકારીઓ પદાધિકારીઓ તથા રાજકીય નેતાઓએ પારીવારીક માહોલમાં મેયર બંગલે ઉતરાયણની ઉજવણી કરી : દરેકે પોતપોતાની પતંગ સૌથી ઉંચે લઇ જવાની રીતસર હરીફાઇ કરી આનંદ લૂટયો હતો

રાજકોટ : મકરસંક્રાંત પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. પતંગરસિયાઓ સવારથી જ અગાસી ઉપર ચડીને  પોતાની પતંગ ચગાવવામાં મશગુલ બન્યા છે. સાથો સાથ એ કાપ્યો છે.... ની ચીચીયારીઓ અને સંગીતના સૂરો સાથે ચીકી જીંજરા ખાવાની મોજ માણી રહયા છે.

રાજકોટમાં પણ મકરસંક્રાંતની ઉજવણીમાં બાળકો થી લઇ મોટેરાઓ મશગુલ બન્યા છે. બજારમાં વહેલી સવારે ઉધીયું, ખમણ તથા ઇડલી ના ધંધાર્થીઓને ત્યાં લાઇનો લાગી છે.જયારે આજે રાજકોટમાં મેયરના બંગલે (રેસકોર્ષ રોડ સ્થીત ) મેયર જૈમન ઉપાધ્યાય સાથે કલે. વિક્રાંત પાંડે, પો.કમીશ્રર અનુપમ સીંહ ગેહલોત,યુની.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી , પ્રદેશ ભાજપના આગેવાન નિતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજભાઇ ધ્રુવ, ડે.મેયર દર્શનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, રૂપાબેન શીલા, બીનાબેન આર્ચાય, બાબુભાઇ આહીર, અશ્વીન ભોરણીયા, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી , અનીતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, ભાનુબેન બાબરીયા, અંજનાબેન મોરજરીયા, દેવાંગભાઇ,વિક્રમ પુજારા , મ્યુ.કોર્પોરેશન સેક્રેટરી હરીશ રૂપારેલીયા, ડે. સેક્રેટરી ટનુભા હીંડોચા, રાણપરા સહીતના અધિકારીઓ આજે વહેલી સવારથી જ      સહપરિવાર મેયર બંગલે આવી મકરસંક્રાત પર્વ નીમીતે પતંગ ઉડાડવાની મોજ માણી રહયા છે. દરેક અધીકારીઓએ  પદાઅધિકારીઓ સાથે પતંગ ઉડાવી એકબીજાની પતંગો કાપવાની તેમજ પોતપોતાની પતંગ સૌથી ઉંચે લઇ જવાની રીતસર હરીફાઇ કરી આનંદ લૂટયો હતો.  (તસ્વીર સંદીપ બગથરીયા) 

(12:03 pm IST)