રાજકોટ
News of Tuesday, 13th October 2020

રાજકોટ રત્નનું બિરૂદ મેળવનાર અને સદાય સર્વનો વિચાર કરનારા

બાન લેબ્સના મૌલેશભાઇનો કાલે જન્મદિવસ

જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી, કડવા પાટીદારની સંસ્થા ઉમિયા માતાજી મંદિરના ચેરમેન સહિત ૪૬થી વધુ સંસ્થાઓમાં અમુલ્ય યોગદાન

રાજકોટઃ માત્ર પાટીદાર સમાજના જ નહીં,પરંતુ તમામ સમાજના માનીતા અને પ્રિય તેમજ ભગવાન દ્વારકાધીશના પરમ ભકત મૌલેશભાઈ ઉકાણીનો આવતીકાલે ૧૪ ઓકટોબરના જન્મદિવસ છે. સીધુ, સાદુ અને નિરાભીમાની વ્યકિતત્વ ધરાવતા મૌલેશભાઈ પોતાનો જન્મદિવસ દર વર્ષની જેમ આ વખતે દ્વારકામાં નથી ઉજવાના. પણ તેમની સાથે વાત થતાં જણાવ્યું કે ભાગવત ગીતામાં કહ્યું છે કે સહુથી વધારે મહત્વ માનસી સેવા નું છે એટલે તમારી આંખ બંધ કરો અને ભગવાન તમને હાજરાહજુર દેખાય. એમજ આજે મનથી હું દ્વારકામાં જ છું, મારા આરાધ્યની સન્મુખ. સાહસિકતા અને આત્મવિશ્વાસથી છલોછલ મૌલેશભાઈએ અનેક માઈલ સ્ટોન સર કર્યા છે.

બાન લેબ્સને એક નવી ઉંચાઈ આપી છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભા કાયમ કરી છે.જે કંપની આસમાની બુલંદીઓના સીમાડા પાર કરી ચૂકી હોય,સર કરી ચૂકી હોય અને તેમના મોભીઓ હજુ પણ જમીન સાથે જ જોડાયેલા હોય, એટલે આ  વિરાટ સફળતામાં પણ માનવતાની સોડમ યથાવત છે. એ વાતની સાબિતી મૌલેશભાઈના બાન લેબ્સ ઉપરાંતના કાર્યક્ષેત્રો તેમજ પરત્વે ઋણ અદા કરવાની તત્પરતા,તેમનો કેટલાય સમાજિક સંસ્થાઓ સાથે એકિટવ એસોસિએશન છે.

મૌલેશભાઈ લગભગ ૪૬ જેટલી સામાજિક સંસ્થાઓના હોદ્દાદાર તરીકે જોડાયેલા છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. મૌલેશભાઈના મૌલિક અને સંવેદનાશીલ વિચારો દર્શાવતા તેમના બે પુસ્તક અણમોલ જિંદગી દરેક વર્ગના લોકો માટે ખરેખર અણમોલ સાબિત થયું. અને વાંચકોનો બહોળો પ્રતિસાદ મળ્યો,ચહેરા પર હંમેશા સ્મિત રાખનારા મૌલેશભાઈ બાન લેબ્સના તમામ કર્માચારીઓને પોતાનો પરિવાર માને છે.અને સારા નરસા દરેક પ્રસંગે કર્માચારીઓ સાથે મૌલેશભાઈ પરિવારના મોભીની જેમ ઉભા રહીને તેમને ટેકો આપે છે. જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી તથા કડવા પાટીદારની સર્વોચ્ય સંસ્થા ઉમિયા માતાજી મંદિરના ચેરમેન અને અનેક સામાજિક, શૈક્ષણિક તથા સરકારી અને અર્ધ સરકારી સહિતની આશરે ૪૬ થી વધુ સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે.

 સીધી-સરળ જીવન શૈલી અને દ્વારકાધીશમાં અપાર શ્રદ્ઘા રાખનારા મૌલેશભાઈ દ્વારાકાના જગત મંદિરના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. આ નિમણૂકને તે પોતાના જીવનમાં એક મહત્વનું સ્થાન આપે છે અને તેમનું કેહવુ છે કે મારા નાથએ મને સેવાની મોકો આપેલો છે.

 જેમનું જીવન જેટલું સરળ છે.તેટલું જ સાત્વિક જીવન ધરાવતા મૌલેશભાઈની કંપની બાન લેબ્સ અનેક  સફળતાઓ હાંસલ તો કરી જ ચૂકી છે,બાન લેબ્સની પ્રોડકટ 'સેસા'એ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરનારા મૌલેશભાઈનો સ્વભાવ નિષ્ઠા-ઉદારતા અને પ્રમાણિકતાથી ભરપૂર છે. મૌલેશભાઈ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને ભારત સરકાર પ્રત્યે ફરજ બજાવીની પ્રામાણિકતાનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે. તેથી ૧૧ ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા પણ મૌલેશભાઈને સન્માનિત કરાયેલા છે.

 કોરોનાના કપરા સમયમાં જયારે અન્ય કંપનીઓએ આયુર્વેદિક દવામાં પૈસા કમાવાનું વલણ રાખ્યું ત્યારે મૌલેશ ભાઈ એ ૭૦ લાખથી પણ વધારે ગિલોય અને મહાસુદર્ષન ટેબલેટ ફ્રીમાં આપી આ સિવાય આ સમય દરમ્યાન પોતાના સ્ટાફ તથા અન્યને પણ ઘણી મદદ કરી.

યોગાનું યોગ આવતીકાલે તેમના થવા વાળા પુત્રવધૂ (એમના દીકરા જયના મંગેતર) ચી. હેમાંશીનો પણ જન્મદિવસ છે.

 માત્ર પાટીદાર સમાજ જ નહીં, તમામ સમાજ અને ક્ષેત્રોમાં મૌલેષ ભાઈની સેવા અને દાનની સરવાણી વેહતી જ રહે છે. બધા સમાજને પોતાના માનતા મૌલેશ ભાઈ એટલેજ તમામને પોતીકા લાગે છે. અને મોટાથી લઇને નાનામાં નાનો માણસ તેમને પોતાના અંગત માને છે.

દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારકાધીશજી પ્રત્યે અપાર અને અતૂટ શ્રદ્ઘા તેમજ સમર્પિતતાના ભાવ સાથે મૌલેશભાઈ ખુબ લાગણીશીલ બનીને કહે છે કે માલિકોના માલિક દ્વારકાધીશજી છે. અમે તો ફકત તેમના વતી સંચાલન કરી શકીએ. ભગવાન દ્વારકાધીશજીના શુભાશીર્વાદ જ સફળતાનું સાચુ કારણ છે. સદાય પોતાનો નહીં પરંતુ સર્વનો વિચાર કરતા રહેતા શ્રી મૌલેશભાઈ ઉકાણીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએથી જ તેઓને મો.૯૮૨૪૪ ૦૦૯૦૦ અભિનંદન વર્ષાનો ધોધ વહી રહયો છે.

(11:30 am IST)