News of Saturday, 13th August 2022
કલેકટર અરૂણ મહેશબાબુ તથા તેમના ધર્મપત્ની દ્વારા રક્ષાબંધનની સરકારી બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ઉજવણી
રાજકોટ : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુ તથા તેમના ધર્મપત્નીઍ સરકારી બાળ સંભાળ ગૃહના બાળકો સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવેલ. જેમાં કલેકટર તથા તેમના ધર્મપત્નીને બાળકો દ્વારા રાખડી બાંધવામાં આવેલ તેમજ કલેકટર દ્વારા બાળકોની રક્ષા તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવચન પાઠવેલ હતા. બાળકોને મનપસંદ ભોજન ખૂબ જ લાગણી અને ભાવપૂર્વક કરાવાયું હતું. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય, જિલ્લા બાલ સુરક્ષા ઍકમના અધિકારી મિત્સુબેન વ્યાસ તથા જિલ્લા બાળ સુરક્ષા ઍકમના સ્ટાફ તથા બાળ સંભાળ ગૃહના સ્ટાફ અને બાળકોઍ ભાગ લીધેલ હતો.
(3:49 pm IST)