રાજકોટ
News of Saturday, 13th August 2022

‘દીકરાના ઘર'માં દેશભકિત-પ્રભુભકિત ગોકુલ ગામનું નિર્માણઃ જાહેર નિમંત્રણ

સાતમ, આઠમ, નોમની સાંજે તમામ મુલાકાતીઓ માટે ફરાળની વ્‍યવસ્‍થા

રાજકોટ તા.૧૩: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઢોલરાનું શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગાર્ડી વૃધ્‍ધાશ્રમ તેની વિવિધ પ્રવૃતિઓથી સુપ્રસિદ્ધ છે. હાલ શ્રઁાવણ માસનો પવિત્ર તહેવાર ધામધૂમપૂર્વક ઊજવાઇ રહ્યો છે. અને ભારતની સ્‍વતંત્રાને પણ ૭૫ વર્ષ થયા હોય આઝાદી કા અમૃત મહોત્‍સવ પણ સમગ્ર દેશમાં ઊજવાઇ રહ્યો છે. ત્‍યારે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છેલ્‍લા ૨૪ વર્ષથી સતત કાર્યરત છે. જેમાં તમામ પ્રકારના તહેવારોની આનંદ ખને ઊલ્‍લાસપૂર્વક ઊજવણી કરવામાં આવે છે. સંસ્‍થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, ડો.નિદત બારોટ, નલિન તન્ના તેમજ કિરિટ આદ્રોજાએ જણાવ્‍યું છે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય દીકરાનુે ઘરમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા સર્જી દેવામાં આવી છે. જેમાં મહા-આરતી હિંડોળા દર્શન, મટકી ફોળ, મહા-લધુરુદ્રી યજ્ઞ, બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો યોજાશે. હાલ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં શહેરના સુપ્રસિદ્ધ વિનાયક આર્ટ ના સંચાલિકા વર્ષાબેન આસોદરિયા દ્વારા નંદગાવ ગોકુલધામ ઊભું કરવામાં આવ્‍યું છે જે લોકો માટે મુલાકાતીઓ માટે આર્ક્‍ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. આ નંદગાવ તહેવારો દરમિયાન પણ ચાલુ રહેશે  શહેરીજનોને મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે. શ્રાવણ માસમાં સાતમ આઠમ અને નોમના સાંજના ૫થી રાત્રીના ૯ દરમિયાન આવનાર તમામ મુલાકાતીઓ માટે વિનામૂલ્‍યે ફરાળની વ્‍યવસ્‍થા પણ ઊભી કરવામાં આવી છે. જે માટેની વ્‍યવસ્‍થા પ્રફુલ્લભાઇ પરીખ, જગદીશ પાલીવાલ અને હરેશ દવે સંભાળી રહ્યા છે.

 વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા હર ઘર તિરંગાનું સૂત્ર આપવામાં આવ્‍યુ છે. જેના ભાગરૂપે દીકરાનુઁ ઘર પરિશરને તિરંગાની સજી દેવામાં આવ્‍યું છે. અને દેશભકિતનો માહોલ ઊભો કરવામાં આવ્‍યો છે તેમ સંસ્‍થાના હસુભાઇ રાચ્‍છ, ગૌરાંગ ઠક્કર, પ્રવિણ હાપલિયા, અશ્વિન પટેલ, પ્રજ્ઞેશ પટેલ તેમજ રાકેશ ભાલાળાએ જણાવ્‍યું છે. સમગ્ર વ્‍યવસ્‍થા માટે સંસ્‍થાના દોલતભાઇ ગાદેશા, પારસ મોદી, જયદિપ કાચા, વિમલ પાણખણિયા, ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:37 pm IST)