રાજકોટ
News of Saturday, 13th January 2018

કાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા

પકડાયેલ શખ્સોમાં ૪ જીઇબીના કર્મચારીઓનો પણ સમાવેશઃ ૧.૧૦ લાખની રોકડ અને ઇકો કાર સહીત ૩.૩૩ લાખનો મુદામાલ કબ્જેઃ એલસીબીનો દરોડો : શાપર-વેરાવળ પોલીસે જાહેરમાં : જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી લીધા

રાજકોટ, તા., ૧૩: શાપર-વેરાવળના કાંગશીયાળી જીઇબીના સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં ચાલતા જુગારના હાટડા પર રૂરલ એલસીબીએ રેઇડ કરી જીઇબીના ૪ કર્મચારીઓ સહીત ૮ શખ્સોને ૩.૩૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચના મુજબ એલસીબીના પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. બી.એન.ચૌધરી, સ્ટાફ સાથે પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ હતી કે નેશનલ હાઇવેથી ખોખડદડ જવાના રસ્તે જીઇબી જેટકોના વિક્રશમ સબ સ્ટેશન તરીકે ઓળખાતા સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચાલે છે જે નીતીનભાઇ મનુભાઇ રાઠોડ જાતે રજપુત (ઉ.વ.પ૦) ધંધો નોકરી, રહે. રાજકોટ રણછોડનગર શેરી નં. ૯ સદગુરૂ કોમ્પલેક્ષ) વિજયભાઇ નરશીભાઇ સોરઠીયા જાતે પટેલ (ઉ.વ.પ૦) ધંધો વેપાર રહે. રાજકોટ પુષ્કરધામ બ્લોક નંબર ૧૧૮, યુનિવર્સિટી રોડ રાજકોટ, ચંદુલાલ વૃજલાલ જોષી જાતે બ્રાહ્મણ (ઉ.વ.૬૦) ધંધો નિવૃત રહે. ગોંડલ ગીતાનગર શેરી નંબર ૩/૬  બાપા સીતારામ મકાન, દિલીપભાઇ છગનભાઇ ગણોદીયા જાતે કોળી (ઉ.વ.૪૬) ધંધો નોકરી રહે. ગોંડલ કોલેજ ચોક, પંચનાથ મંદિર પાસે જિ. રાજકોટ, પ્રવિણભાઇ ભીખાભાઇ અજોડીયા જાતે કોળી (ઉ.વ.પ૯) ધંધો નોકરી રહે. ગોંડલ જેતપુર રોડ, રર૦ કે.વી.સબ સ્ટેશન બ્લોક નંબર ઇ/૬ જિ. રાજકોટ, નારણ ચનાભાઇ સાગઠીયા (ઉ.વ.૩ર) ધંધો મજુરી રહે. ખાંભા, તા. લોધીકા જી. રાજકોટવાળાઓ સહીત આઠને રોકડ રૂ. ૧,૧૦,૪પપ તથા મોબાઇલ નંગ-૧૦ કિ. ર૩,પ૦૦ તથા એક ઇકો ગાડી કિ. રૂ. ર,૦૦,૦૦૦ તથા ગંજીપનાના પતા મળી કુલ મુદામાલ કિ. ૩,૩૩,૯પપ ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ ૪, પ મુજબ શાપર (વે) પો.સ્ટે. માં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં પો.હેડ કોન્સ. કાળુભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઇ જાની, કરશનભાઇ કળોતરા, મહમદ રફીક ચૌહાણ, પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, મહેન્દ્રસિંહ સોલંકી, મયુરસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા. પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઇ દવે જોડાયા હતા.

તેમજ શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કો. ઉપેન્દ્રસિંહ સહીતના સ્ટાફે વેરાવળ સર્વોદય શાળાની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા બાબુભાઇ સોમાભાઇ રે. સર્વોદય સોસા.શાપર, દિનેશ મોહનભાઇ સોલંકી, શિતળા માતા મંદિર પારડી, ગીરીશભાઇ કલ્યાણભાઇ મકવાણા સર્વોદય સોસા. શાપર તથા મોતી ખીમજીભાઇ ડાભી રે. મફતીયાપરા વેરાવળને રોકડા ૧પ૧૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:54 am IST)