રાજકોટ
News of Friday, 12th August 2022

પીડીએમ ફાટક પાસે યુવાનનું ટ્રેન હેઠળ કપાઇ જતાં મોતઃ પ્રેસનું આઇકાર્ડ મળ્‍યું

આઇ કાર્ડ સ્‍ટ્રીટ ન્‍યુઝ ફોટોગ્રાફર-ગોૈરવ કાંતિભાઇ અઢીયાનું નામનું

રાજકોટ તા. ૧૨: શહેરના ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પાસે આજે બપોરે એક યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતાં મોત નિપજ્‍યું છે. તેના ખિસ્‍સામાંથી પ્રેસનું આઇકાર્ડ મળતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ એક યુવાન ગોંડલ રોડ પીડીએમ ફાટક પાસે કપાઇ ગયાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી આસ્‍થાબેન અગ્રાવત અને પાઇલોટ ધર્મેન્‍દ્રસિંહ વાળા પહોંચ્‍યા હતાં અને ઘાયલ યુવાનને સિવિલ હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં પહોંચાડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃતક યુવાનના ખિસ્‍સામાંથી એક પ્રેસનું આઇકાર્ડ મળી આવ્‍યું હતું. તેમાં ગોૈરવ કે. ગઢીયા-ફોટોગ્રાફર સ્‍ટ્રીટ ન્‍યુઝ ગુજરાત એવુ લખેલું છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. આઇ કાર્ડ જેના નામનું છે એ  જ આ મૃતક યુવાન છે કે કેમ? તે અંગે અને જો બનાવ આપઘાતનો હતો તો યુવાને શા માટે આ પગલુ ભર્યુ? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

(4:27 pm IST)