રાજકોટ
News of Friday, 12th August 2022

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી તથા વિવિધ એસોસીએશનો અને વેપાર - ઉદ્યોગકારોના સહયોગથી તિરંગા યાત્રા સફળ બની

ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ દ્વારા આગ્રહપુર્વક અપીલ કરવામાં આવે છે

રાજકોટ તા.૧ર : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર ભારત દેશ આઝાદીના ૭પમી વર્ષગાંઠની ઉજવણી કરી રહયુ છે. જેના ભાગરૂપે દેશભરમાં હર ઘર તિરંગા ઝુંબેશ ચાલી રહી છે. ત્‍યારે આ ઝુંબેશને વેગવંતી બનાવવા રાજકોટના વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલજી તથા વિવિધ મંત્રીશ્રીઓ, સંસદ સભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં આજરોજ તા.૧ર-૮-ર૦રરના રોજ સરદાર ચોક બહુમાળી ભવનથી રાષ્‍ટ્રીય શાળા સુધી ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ.

આપણી ભારતીય સંસ્‍કૃતિ અને રાષ્‍ટ્રભાવનાને  ઉજાગર કરવીએ દરેક નાગરીકની ફરજ છે. ત્‍યારે  દેશહિતની ઝુંબેશમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી તથા વેપાર ઉદ્યોગકારો તેમજ શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, રાજકોટ એન્‍જીનીયરીંગ, લોઠડા, પડવલા, પિલાણા ઇન્‍ડસ્‍ટ્રીઝયલ, લોધિકા જીઆઇડીસી ઇન્‍ડસ્‍ટ્રીયલ, આજી જીઆઇડીસી ઇન્‍ડસ્‍ટ્રીયલ, હડમતાળા ઇન્‍ડસ્‍ટ્રીયલ, રાજકોટ કિચનવેર્સ, વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ રાજકોટ પ્‍લાસ્‍ટીક મેન્‍યુફેકચર્સ, જેવા વિવિધ એસોસીએશનનો જોડાઇ તિરંગા યાત્રાને સફળ બનાવેલ છે. આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્‍યામાં લોકો એકત્રીત થઇને એકતાની ભાવના પ્રગટ કરેલ છે.સાથો સાથ દેશભરમાં ચાલી રહેલ હર ઘર તિરંગા ઝુંબેશમાં તા.૧૩ થી ૧પ ઓગષ્‍ટ સુધી તમામ વેપાર - ઉદ્યોગકારો અને આમ પ્રજાજનોને પોતાના ઘર - ઓફિસ - ફેકટરીઓ તિરંગ લહેરાવવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍સ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી.વૈષ્‍ણવ દ્વારા આગ્રહપુર્વક અપીલ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમા જણાવેલ છે.

(4:05 pm IST)