રાજકોટ
News of Friday, 12th August 2022

બરોડા બેંકના ઉપક્રમે પાર્ટીશન-ડે નિમિતે પ્રદર્શન

રાજકોટ તા. ૧ર :.. બેંક ઓફ બરોડાની રાજકોટ મુખ્‍ય શાખા ખાતે આજ રોજ ‘પાર્ટીશન હોરર રિસેમ્‍બરન્‍સ ડે' અંતર્ગત એક ચિત્ર પ્રદર્શનનું ઉદ્‌્‌ઘાટન કરવામાં આવ્‍યું.
ઉપરોકત પ્રદર્શનમાં ભારત-પાકિસ્‍તાનના વિભાજન વખતે બનેલ મહત્‍વપુર્ણ ઘટનાઓનો ચિતાર આપતી તસ્‍વીરો અને વિગતો સાથેનું ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્‍યું.
આ પ્રદર્શન તારીખ ૧૦ થી ૧૪ ઓગસ્‍ટ સુધી રાજકોટ મેઇન બ્રાંચ કે જે એમ. જી. રોડ, હેડ પોસ્‍ટ ઓફીસ પાસે આવેલ છે ત્‍યાં પ્રદર્શન ખુલ્લું રહેશે.
આ પ્રદર્શનનું ઉદ્‌્‌ઘાટન શાખાના વરિષ્‍ઠ ગ્રાહકોના હાથે કરવામાં આવ્‍યું હતું.
પ્રદર્શન અંગેનું માર્ગદર્શન શ્રી વિજયકુમાર બસેતા (જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, રાજકોટ ઝોન) દ્વારા પુરૂ પાડવામાં આવ્‍યું હતું.

 

 

(3:59 pm IST)