રાજકોટ
News of Friday, 12th August 2022

સેલસ હોસ્‍પીટલના ડો.વી.બી. કાસુન્‍દ્રા ગુજરાત આઇ.એમ.એ ના વાઇસ પ્રેસીડન્‍ટ તરીકે ચૂંટાયા

રાજકોટઃતબીબી જગતમાં ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા અને સૌરાષ્‍ટ્રની અગ્રીમ મલ્‍ટી સુપર સ્‍પેશ્‍યાલિટી એવી સેલસ હોસ્‍પીટલમાં ડિપાર્ટમેન્‍ટ ઓફ ડાયાબીટોલોજીસ્‍ટ તરીકે સેવા આપે છે.  સૌરાષ્‍ટ્રના દર્દીઓમાં તેમના માટે અનેરી ચાહના જોવા મળે છે. કોઇ યુવાનને શરમાવે તેવી ઉર્જા તેમજ તેમના ઉત્તમ સ્‍વભાવ અને હંમેશા દર્દી હોય કે સાથી તબીબો તમામને હંમેશા મદદ માટે તત્‍પર રહેવાની ભાવનાથી માત્ર દર્દીઓજ નહી પરંતુ સૌરાષ્‍ટ્રના તબીબ જગતમાં પણ અનેરી ચાહના ધરાવે છે.
આ સમયે ડો.વી.બી.કાસુન્‍દ્રા ઇન્‍ડિયન મેડિકલ એસોશીએશનમાં વાઇસ પ્રસીડેન્‍ડ (ગુજરાત ઝોન) તરીકે ચૂંટાતા સૌરાષ્‍ટ્રના તબીબ જગતમાં ઉત્‍સાહની લાગણી જોવા મળી છે. અને ચોતરફથી તેમને શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(3:56 pm IST)