રાજકોટ
News of Friday, 12th August 2022

શાળા નં.૯૩ના ખાનગી ફાઉન્‍ડેશન સાથેના કરાર રદ કરો

‘આપ' દ્વારા ડેપ્‍યુટી કમિશ્નરને રજુઆત

રાજકોટ  : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નાનામૌવા રોડ પર આવેલ વિનોબા ભાવે શાળા નં.૯૩ સાથે કરેલ ખાનગી ફાઉન્‍ડેશનના કરારો રદ કરવા, શાળાને કરેલ નુકસાન બદલ ફોજદારી કાર્યવાહી અને આર્થિક નુકસાની વસુલ કરવા આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં વશરામભાઇ સાગઠીયા, કોમલબેન ભારાઇ, હરેશભાઇ ભારાઇ, મનોજભાઇ ખાંભલા, પ્રભાતભાઇ હુંબલ, ડી.કે.આહીર, પીયુષભાઇ પટેલ કાર્યકરો અને વાલીઓ જોડાયા હતા. તે વખતની તસ્‍વીર.

 

(3:54 pm IST)