રાજકોટ
News of Friday, 12th August 2022

સેન્ટ્રો કારમાં ચોરખાનામાં સંતાડેલ દારૃની બોટલ અને ચપલાનાં જથ્થા સાથે પરેશ પકડાયો

એરપોર્ટ પોલીસે બાતમી પરથી રામપર (બેટી)ના પુલ પાસેથી દબોચ્યો : દારૃની ૩૬ બોટલ અને ૪૨ ચપલા અને કાર કબ્જે

રાજકોટ,તા. ૧૨ : રામપર (બેટી)ના પુલ પાસેથી એરપોર્ટ બાતમીના આધારે સેન્ટ્રા કારમાં ચોરખાના સંતાડેલી દારૃની બોટલ અને ચપલાના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ચોટીલા તરફથી બંપરમાં ચોરખાનામાં દારૃની જથ્થો છુપાવી એક સેન્ટ્રો કાર નીકળવાની હોવાની એરપોર્ટ પોલીસ મથકના કોન્સ.  દીવ્યરાજસિંહને બાતમી મળતા પીઆઇ વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે વોચમાં હતા ત્યારે રામપરા (બેટી)ના પુલ પાસેથી પસાર થતી એક જીજે૫સીએફ૫૦૬૦ નંબરની સેન્ટ્રો કારને રોકી કારમાં બેઠેલા યુવાનનું નામ પુછતા તેણે પોતાનું નામ પરેશ અરવિંદભાઇ ધોકીયા (ઉવ.૨૧) (રહે. હાપા ક્રિષ્ના સોસાીયટી શેરી નં. ૧, જામનગર) નામ આપ્યુ હતું. બાદ કારની તલાશી લેતા બેનેટની અંદરના ભાગે હેડલાઇટની બાજુમાં તેમજ પાછળના બમ્પરની અંદરના ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૃની ૩૬ બોટલ અને ૪૨ ચપલા મળી આવતા પોલીસે ચાલક પરેશ ધોકીયાને પકડી લઇ રૃા. ૧૯૮૦ની કિંમતની દારૃની બોટલ અને ચપલા તથા કાર અને મોબાઇલ મળી રૃા. ૧,૨૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ વી.આર.રાઠોડ, એ.એસ.આઇ જે.એલ.બાળા, કોન્સ. યશપાલસિંહ, કોન્સ. દીવ્યરાજસિંહ તથા લોકરક્ષક રાહુલભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:52 pm IST)