રાજકોટ
News of Friday, 12th August 2022

રસોઇ મામલે મોટી બહેન સાથે ઝડઘો થતાં એમપીની યુવતિનો આપઘાત

પડધરીના ઉકરડામાં બનાવ

રાજકોટ તા. ૧૨: પડધરી તાબેના ઉકરડા ગામે હસમુખભાઇ રામજીભાઇ રાબડીયાની વાડીમાં રહી મજૂરી કરતાં જાગીરભાઇ ભીલની દિકરી બેબી (ઉ.વ.૧૭)એ ગઇ તા. ૮ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું આજે વહેલી સવાર મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ પડધરી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર બેબી ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતી. રસોઇ બનાવવા મામલે તેણીને મોટી બહેન મંજુ સાથે ઝઘડો થતાં માઠુ લાગી જતાં દવા પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:43 pm IST)