રાજકોટ
News of Friday, 12th August 2022

જાગનાથ પ્લોટમાં કાર સર્વિસ સ્ટેશનના સંચાલક હિતેષભાઇ પટેલ પર હથોડીથી હુમલો

બાઇક લઇને ગયેલો કર્મચારી અકસ્માત કરીને આવતાં ઠપકો આપતાં તેના સગા ગોૈરવ, પ્રકાશ સહિતન તૂટી પડ્યાઃ સામા પક્ષે પ્રકાશ પણ સારવાર માટે દાખલ થયો

રાજકોટ તા. ૧૨: જાગનાથ પ્લોટમાં આલાબાઇના ભઠ્ઠા નજીક આવેલા ક્રિએટીવ કાર સર્વિસ સ્ટેશનના સંચાલક પર તેના કર્મચારીના સગાઓએ હથોડીથી હુમલો કરી ઢીકાપાટુનો પણ માર મારતાં સારવાર માટે દાખલ થતાં પોલીસને જાણ કરાઇ હતી.

રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ અમી રેસિડેન્સીમાં રહેતાં હિતેષ વાલજીભાઇ વિરાણી (પટેલ) (ઉ.૩૭) આલબાઇના ભઠ્ઠા પાસે પોતાના સર્વિસ સ્ટેશને સાંજે હતાં ત્યારે ગોૈરવ સહિતનાએ આવી ઝઘડો કરી ઢીકાપાટુ અને હથોડીથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં એ-ડિવીઝનને જાણ કરાઇ હતી.

સામા પક્ષે જાગનાથ પ્લોટમાં રહેતો પ્રકાશ લાલસીંગ ટમટા (ઉ.૩૭) પણ પોતાના પર જાગનાથમાં કાર સર્વિસ સ્ટેશન પાસે અજાણ્યા શખ્સોએ હથોડીથી હુમલો કર્યાની રાવ સાથે દાખલ થયો હતો. હિતેષ વિરાણીના સગાના કહેવા મુજબ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો કર્મચારી અમિત પરમ દિવસે બાઇક લઇને ગયા બાદ છેક ગઇકાલે પાછો આવ્યો હતો અને બાઇકને અકસ્માત નડ્યો હોઇ નુકસાન કરીને આવતાં તેને આ બાબતે ઠપકો આપતાં તેના સા ગોૈરવ  તેમજ સસરા પ્રકાશભાઇ સહિતના આવ્યા હતાં અને હુમલો કર્યો હતો. જેમાં હથોડીના ઘાને લીધે ખભ્ભો ખડી ગયો હતો. પોલીસે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(3:36 pm IST)