રાજકોટ
News of Friday, 12th August 2022

તપસ્વી સ્કુલના વિદ્યાર્થીઓ 'અકિલા'ની મુલાકાતે : મીડિયા વિષે રસપ્રદ સંવાદ

રાજકોટ : નોલેજના ભાગરૃપે વિદ્યાર્થીઓ મીડિયા જગતથી માહીતગાર થાય તે માટે અહીંના ર-જલારામ પ્લોટ ખાતે આવેલ તપસ્વી સ્કુલ દ્વારા વિદ્યાર્થી ભાઇ બહેનો માટે 'અકિલા' પ્રેસની મુલાકાત ગોઠવવામાં આવી હતી. ધો. ૧૧ કોમર્સના ૪૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો આ મુલાકાતમાં જોડાયા હતા. 'અકિલા'ના તંત્રી વિભાગ, ર્કોમ્પ્યુટર વિભાગ, પેઇજ વિભાગ, મશીન વિભાગ નિહાળી મીડિયા જગતની માહીતી મેળવી હતી. 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હળવો સંવાદ  કરી મીડિયા જગત વિષે જાણકારી મેળવી હતી. સમાચારો મેળવવાથી માંડીને પ્રિન્ટ થવા સુધીની બાબતો આ વિદ્યાર્થીઓએ ઉત્સુકતા સાથે જાણી હતી. તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિદ્યાર્થી ભાઇ બહેનો અને બાજુમાં તપસ્વી સ્કુલના કોમર્સ વિભાગના હેડ સચિનભાઇ રૃપાણી તેમજ મિલનભાઇ શાહ, શકીનાબેન પટેલ તેમજ વિવિધ વિભાગો વિષે મુલાકાતિઓને માહીતગાર કરતા પત્રકાર મિતેષ આહીર નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(3:30 pm IST)