રાજકોટ
News of Friday, 12th August 2022

પોરબંદરમાં ૩ ઇંચઃ રાણાવાવ અને કુતિયાણામાં સવા ઇંચ

અરબી સમુદ્રમાં કરન્ટ વધ્યોઃ ઇન્દ્રેશ્વર મંદિર કાંઠે ૩ મીટર ઉછળતા મોજા

 

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રર : આજે સવારે પુરા થતાં ર૪ કલાકમાં પોરબંદરમાં ૩ ઇંચ રાણાવાવ અને કુતિયાણામાં બંન્નેમાં  સવાઇંચ વરસાદ પડી ગયો હતો.

જિલ્લામાં ૩ દિવસથી આકાશ વાદળોથી ઘેરાયેલું રહે છે. સવારે અલપ ઝલપ સુર્યનારાયણના દર્શન થાય છે. દરિયાના પાણીમાં કરન્ટ વધ્યો છે. ઇન્દ્રેશ્વર મંદિર કાંઠે ૩ મીટર ઉંચા મોજા ઉછળી રહયા છે. ઇન્દ્રેશ્વર મંદિરથી બીરલા દરિયાઇ પટ્ટમી પર કાંઠે મોજાનું જોર છે. ફિશીંગમાં ગયેલ બોટો પરત આવી રહી છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૭૧ મીમી (૭પ૮ મીમી) રાણાવાવ ૩૦ મીમી (૯૧૩ મીમી) કુતિયાણામાં ૩ર (૮૩૭ મીમી) ખંભાળા જળાશય ૧પ મીમી અને ફોદાળા જળાશય ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. ખંભાળા અને ફોદાળા બંન્ને જળાશયોમાં ઓવરફલો વધ્યો છે. બંન્ને જળાશયો ૬-૬ ઇંચથી ઓવરફલો જઇ રહેલ છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૧ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન રપ.૪, સે.ગ્રે. ભેજ૯ર ટકા હવાનું દબાણ ૯૯૬.૧ એચ.પી.એ સુર્યોદય ૬.ર૮ તથા સુર્યાસ્ત ૭.ર૪ મીનીટે

(1:49 pm IST)