રાજકોટ
News of Friday, 12th August 2022

રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધનઃ લોકડાયરામાં જમાવટ કરતા દેવાયત ખવડ

જુનાગઢ : રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબદ્વારા રક્ષાબંધન પર્વની પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે કરવામાં આવેલ. જેમાં સુપ્રસિધ્‍ધ લોકસાહિત્‍યકાર દેવાયતભાઇ ખવડએ રક્ષાબંધનને અનુરૂપ લોકસાહિત્‍ય રસ પિરસી સૌ ને મોજ કરાવી હતી. આ તકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા કેળવણીકાર ગીજુભાઇ ભરાડ, કશ્‍યપ શુકલ તેમજ ભકિત સ્‍વામી અને રાજગોર સમાજના જ્ઞાતિજનો બહોળી સંખ્‍યામાં આ લોકડાયરાની મોજ માણી ભોજન પણ લીધુ હતુ. ઉપરોકત તસ્‍વીરમાં દેવાયત ખવડને આવકારતા શ્રી રાજગોર બ્રાહ્મણ  યુથ કલબના ચેરમેન બંકિમભાઇ મહેતા પ્રમુખ સંજયભાઇ દવે અને કશ્‍યપભાઇ દવે અને લોકસાહિત્‍ય રસ પિરસતા દેવાયત ખવડ અને ઉત્‍સાહમાં રૂપિયાના બોછાર વરસાવતા સંજય દવે જસ્‍મીન માઢક અને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રામભાઇ મોકરીયા અને રાજગોર પરિવાર બહોળી સંખ્‍યામાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી -તસ્‍વીર : મુકેશ વાઘેલા - જામનગર)

(1:40 pm IST)