રાજકોટ
News of Friday, 12th August 2022

રાજકોટમાં તિરંગાયાત્ર:દેશભકિતનો માહોલ છવાયો

‘ભારત માતા કી જય’ - ‘વંદે માતરમ્’ના નારા ગુંજ્યા:ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી, જીતુભાઈ વાઘાણી, અરવિંદ રૈયાણી, વજુભાઈ વાળા સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ:‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ના અભિયાન સાથે આજે રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઍલ. બહુમાળી ભવન ચોક ખાતેથી દેશભકિતના ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ફલેગ ઓફ આપી તિરંગાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તિરંગાયાત્રામાં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ જેવા દેશભકિતના નારા ગુંજ્યા હતા. ભુપેન્દ્રભાઈ અને પાટીલજી અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક) સુધી પગપાળા યાત્રામાં જાડાયા હતા. આ યાત્રાનું બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ થઈ રાષ્ટ્રીય શાળા ખાતે સમાપન થયેલ. યાત્રામાં સેîકડોની સંખ્યામાં લોકો ભારતના ઝંડા સાથે જાડાયા હતા. દેશભકિતનો માહોલ છવાયો હતો. ઉપરોકત તસ્વીરોમાં ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, અરવિંદ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વજુભાઈ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સુરેન્દ્રસિંહ વાળા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

(11:37 am IST)