કોઠારીયા રોડ બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સ્વાતી સોસાયટી શીવ એન્ટર પ્રાઇઝ નામની બુટ ચપલની દુકાનમાથી ૧૫,૦૦૦ના દારૂ સાથે કાનજીને ક્રાઇમ બ્રાન્ચે પકડયો
પીઆઇ વી. કે.ગઢવી તથા પીએસઆઈ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા સહિતની કામગીરી
રાજકોટ: પ્રોહીબીશન તથા જુગારના કેસો શોધી કાઢવા અંગે અસરકારક કામગીરી કરવા મળેલી સૂચના અંતર્ગત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત તથા ચેતનસિંહ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ભરતસિંહ પરમાર તથા હિતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. મહેશભાઇ ચાવડા તથા સ્નેહભાઇ ભાદરકા તથા શકિતસિંહ ગોહીલ વિગેરે નાઓ સાથે રાજકોટ શહેર વિસ્તાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત તથા ચેતનસિંહ ચુડાસમાને સંયુકત રીતે બાતમી મળતા કોઠારીયા રોડ બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સ્વાતી સોસાયટી મેઇન રોડ ઉપર આવેલ શીવ એન્ટર પ્રાઇઝ નામની બુટ ચપલની દુકાનમાં દરોડો પાડી કાનજી અરશીભાઇ પામક-કોળી (ઉવ.૨૮ ધંધો.વેપાર રહે.હાલ ન્યુ સ્વાતી સોસાયટી શેરી નં.૧ કોઠારીયા રોડ રાજકોટ મુળ રહે.મોટા દૈસર ગામ તા.ઉના જી.ગીર)ને ઇંગ્લીશ દારૂની રૂ.૧૬,૦૦૦ હજારની 18 બોટલો સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ. ભરતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા, સ્નેહભાઇ ભાદરકા તથા શકિતસિંહ ગોહીલએ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ , તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ ડી.વી.બસીયાની સુચનાથી કામગીરી કરી છે.