રાજકોટ
News of Monday, 12th July 2021

જૂની કલેકટર કચેરીમાં BSNL - જી સ્વાનનો કેબલ કપાતા ૫ દિ'થી ઓનલાઇન તમામ કામગીરી ઠપ્પ

સેંકડો અરજદારોમાં દેકારો : રાશનકાર્ડ - દાખલા - દસ્તાવેજો - ઇ-ધરા સહિતની કામગીરી અટકી પડી

રાજકોટ તા. ૧૨ : જૂની કલેકટર કચેરીમાં બની રહેલ પૂલને કારણે આડેધડ ખોદકામને કારણે ગયા વીકમાં બીએસએનએલ અને જી-સ્વાનનો કેબલ કપાતા છેલ્લા ૫ દિ'થી ઓનલાઇન કામગીરી ઠપ્પ થતા અધિકારીઓ - કર્મચારીઓ અને અરજદારોમાં દેકારો બોલી ગયો છે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ આ અંગે જી-સ્વાન અને બીએસએનએલ બંનેનું ધ્યાન દોરાયું છે, પરંતુ આજે પાંચમાં દિવસે પણ કશું યોગ્ય થયું નથી, જેના પરિણામે સેંકડો અરજદારોના કામો અટકી પડયા છે, અને ભારે ધક્કા થયા છે.

કેબલ કપાતા પુરવઠાની ઝોનલ કચેરીની રાશનકાર્ડ કામગીરી, આવકના દાખલા, દસ્તાવેજો, ઇ-ધરાના તમામ ડોકયુમેન્ટ બધુ ઠપ્પ થઇ ગયા છે, આજે પણ ઇ-ધરા મામલતદાર કચેરી ખાતે લોકોના ટોળા હતા, કલેકટર સુધી ફરીયાદો થઇ છે, આ બાબતે તાકિદે યોગ્ય કરવું જરૂરી છે.

(3:13 pm IST)