રાજકોટ
News of Friday, 12th January 2018

હવે વિજ્ઞાન જાથા સમર્થકો મેદાનમાં:જયંત પંડ્યા ઉપર હુમલો થાય તેવી દહેશત છે : તાકિદે પોલીસ રક્ષણ આપો : આવેદન

કલેકટર-પોલીસ કમિશ્નરને દિનેશ હુંબલ તથા સમર્થકોએ આવેદન આપી વિસ્તૃત રજૂઆતો કરી...: સરકાર અંધશ્રધ્ધા વિરૂધ્ધ તાકિદે કાયદો બનાવે : જાથાએ કોઇ દિવસ કર્મકાંડી કે બ્રાહ્મણો સામે વિરૂધ્ધ શબ્દ ઉચાર્યો નથી...

રાજકોટ,તા. ૧ર :  રાજકોટના ભૂદેવો દ્વારા વિજ્ઞાન જાથા-જયંત પંડ્યા વિરૂદ્ધ કલેકટર કચેરી-પોલીસ કમિશ્નર કચેરીએ ઉકળાટ ઠાલળ્યો તો તેની સામે વિજ્ઞાન જાથાના સમર્થકો મેદાને પડ્યા છે, શુભેચ્છા દિનેશભાઇ હુંબલ-તા. વાજડી વિરડા અને સમર્થકોએ કલેકટર-પોલીસ કમિશ્નરને મહત્વનું આવેદન આપી સરકાર અંધ શ્રધ્ધા વિરૂધ્ધ તારીકે કાયદો બનાવે અને જાથાના ચેરમેન પંડ્યા ઉપર ગમે ત્યારે હુમલો કરી હત્યાની આશંકા હોલ તાકિદે પોલીસ રક્ષણ આપવા અને ભારતના બંધારણ આર્ટીકલ પ૧ (એ) (એચ) અન્વયે કામ કરતી વિજ્ઞાન જાથા સંસ્થાને કાળજી મદદરૂપ થવા તથા ખોટા આક્ષેપો કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આવેદનમાં વિસ્તૃતમાં ઉમેરાયુ છે અમો તમામ જાથાના શુભેચ્છકો-સમર્થકો નમ્ર પણે જાણકારી આપીએ છીએ કે જાથા વાસ્તવમાં સરકારને કરવાની કામગીરી નિષ્ઠામીશનથી કરે છે. જાથા કાયદાને માન આપી કામ કરે છે. ભારતના બંધારણે બક્ષેલા અધિકારો મુજબ કાર્યો કરે છે. રાજયમાં વિજ્ઞાન પ્રચાર-પ્રસારની કામગીરી સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરે છે. રાજયમાં લોકોના હૃદયમાં જાથા તટસ્થ સંસ્થા છે તેવું પુરવાર કર્યુ છે. ગામે-ગામ ચમત્કારોની ચેતો બેનર હેઠળ લોકજાગૃતિનું કામ કરી લોકો છેતરાય નહિ તે માટે પ્રોગ્રામ આપે છે. દેશભરમાં નવ હજારથી વધુ કાર્યક્રમો આપ્યા છે તેમાં કદી વિરોધ થયો નથી. જાથા સમે જે આક્ષેપો થાય છે તે બીન પાયાદાર છે. જામનગર જયોતિષી પ્રકરણમાં અમો વાસ્તવિકતા રજૂ કરીએ છીએ.

જામનગરમાં તા. ૬/૧ શનિવારે ગુલાબનગર પો. ચોકીના સ્ટાફને સથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. જયોતિષી હિતેષ મહારાજે કબુલ્યુ કે પીડિત મહિલાની હકિકત સાચી છે. માફી મંગી લીધી. તેથી મહિલાએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. મોટું મન રાખી ફરીયાદ કરી ન હતી. જાથા સમક્ષ પણ સ્વેચ્છાએ કબુલત આપી હતી.

અમો જાથાના સમર્થકો ખાત્રી આપીએ છીએ કે આજ સુધી જાથાએ કર્મકંડી વિરૂદ્ધ શબદ ઉચ્ચાર્યો નથી. તેને નુકશાન થાય તેવું બોલ્યા નથી. હિન્દુ સંસ્કૃતિ કે કોઇપણ સમાજની લાગણી દુભાવી નથી. બ્રહ્મણને મળેલા હકક સામે પણ કદી બોલ્યા નથી. પૂજા પાઠ, હોમ-હવન, ધાર્મિક વિધિ કરવાની પણ કોઇને ના પાડી નથી. આજ સુધી એકપણ દાખલો નથી., છતાં જામનગર જયોતિષી પ્રકરણમાં લોકોને અવળે માર્ગે ચડાવવા, ભડકાવવા અને જયંત પંડયા ઉપર જીવલેણ હુમલો થાય તેવી ભડકાવ ભાષા બોલવામાં આવે છે તેનો સખત વિરોધ કરીએ છીએ. જયંત પંડ્યાને તાત્કાલિક અસરથી રક્ષણ આપવું સરકારની ફરજ છે. મહરાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલની કામગીરી કરનાર દાભોલકરની હત્યા થઇ તેવી જાથાના ચેરમેન પંડ્યાની હત્યા થાય તેવી આશંકા છે. જાથાના પંડયા ઉપર રાજયમાં ગમે ત્યારે જીવલેણ હૂમલો થાય તેવી દહેશત છે. સરકારને અમારી લાગણી પહોંચાડશો નહિ તો મોડું થશે. રાજયને સમાજ સુધારકોની જરૂર છે. સરકાર પાસે કોઇપણ ગરીબ કે મજબુર કે કામગીરી કરનાર પોલીસ બંદોબસ્ત -રક્ષણ માંગે તે હકિકત મુજબ પોલીસ ફાળવવા તે સરકારની નૈતિક જવાબદારી છે. જાથા સામે આજ સુધી એકપણ ફરીયાદ કોર્ટમાં ટકી શકી નથી. જાથાની કામગીરી સંદર્ભે અમો સૌ ગર્વ અનુભવીએ છીએ.

રાજયમાં વિજ્ઞાન જાથાના ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ જે તે જગ્યાએ યોજાય તે તાબાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ કાર્યક્રમ સ્થળે પોલીસ બંદોબસ્ત આપવા માગણી છે.

જાથાના જયંત પંડયા સામે થયેલા આક્ષેપોની તપાસ કરવી અને કસુરવાન લાગે તો કાનુની પગલા ભરવા પણ માગણી છે.

જાથા સામે થયેલા આક્ષેપો કરનારાઓ દોષિત જણાય તો તેમની સામે પણ કાનુની પગલા ભરવા માંગણી કરીએ છીએ.

જામનગરના જયોતિષી પ્રકરણમાં સત્ય હકિકત લોકો સમક્ષ મુકવા તથા પીડિત મહિલા ડોકટરની આપવીતી સાંભળી પોલીસ ફરીયાદ સંબંધી કાર્યવાહી કરવા માંગણી છે.

(4:21 pm IST)