રાજકોટ
News of Friday, 10th September 2021

પીટીસીના પટમાંથી ૧ કિલો ગાંજા સાથે ગંજીવાડાના મહેબૂબને શહેર એસઓજીએ પકડ્યો

અગાઉ દારૂના ગુના આચર્યા હતાં, હવે નારકોટિકના ગુનામાં સપડાયો: પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ ટી. બી. પંડ્યાની ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેર એસઓજીની ટીમે ગંજીવાડા રોડ પીટીસીના પટમાંથી એક કિલો ગાંજા સાથે મહેબુબ અયુબભાઇ શાહમદાર- ફકીર (ઉ.વ. ૨૭- રહે.ગંજીવાડા શેરી નં ૧૨ની સામે) નામના ટ્રક ડ્રાઈવરને પકડી લીધો છે. તેની પાસેથી ગાંજાનો જથ્થો ૧ કિલોગ્રામ કિ.રૂ.૧૦૦૦નો કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી  ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના અને એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય રાવલની રાહબરીમાં શહેરમાં નાકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃત્તિ આચરનારા કે આ પ્રકારના નાકોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા પો.સબ ઇન્સ, ટી.બી.પંડયા તથા હે.કો. મોહીતસિંહ જાડેજા તથા હીતેષભાઇ પરમાર રાજકોટ શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ગંજીવાડા મેઇન રોડ જે.ડી.રેસ્ટોરન્ટની સામે પી.ટી.સી ગ્રાઉન્ડના પટમાં મહેબુબ શાહમદાર ગાંજાનો જથ્થો લઈ નીકળતા  કાર્યવાહી કરી આ અંગે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવી છે. 

આ શખ્સ અગાઉ રાજકોટ તાલુકા ખાતે બે વષૅ પહેલા તથા ભેંસાણ જી. જુનાગઢ ખાતે ૨૦૧૪ની સાલમાં દારૂના ગુન્હામાં પકડાયો હતો.

આ કામગીરી આર વાય રાવલ પો.ઇન્સ. તથા એસ.ઓ જી. ના ટી.બી.પંડયા પો.સબ.ઇન્સ. તથા એએસઆઇ વિજયભાઇ શુકલ તથા હે.કો. મોહીતસિંહ જાડેજા તથા હરદેવસિંહ વાળા તથા હીતેષભાઇ પરમાર સહિતે કરી છે.

(9:06 pm IST)