રાજકોટ
News of Friday, 10th September 2021

જંગલેશ્વરમાં ટીપરવાનમાં કચરામાં પ્લાસ્ટીકની કોથળીમાંથી કોહવાયેલી નવજાત શીશુ મળ્યું

ભકિતનગર પોલીસે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ આદરી

રાજકોટ, તા., ૧૦: જંગલેશ્વરમાં કનૈયા ચોક પાસેથી આરએમસીની ટીપર વાનમાં કચરામાંથી પ્લાસ્ટીકની કોથળીમાંથી કોહવાયેલું નવજાત શીશુ મળી આવતા ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં. ૭ હુશેની ચોકથી આગળ કનૈયા ચોક પાસે આરએમસીની ટીપરવાનના ચાલક તથા સાથી કર્મચારી બંને ટીપરવાનમાંથી કચરો અલગ કરતા હતા ત્યારે એક કાળા કલરની પ્લાસ્ટીકની કોથળી નીકળતા કોથળીમાં નવજાત શીશુ (બાળક) જોવા મળતા તેણે તાકીદે પોલીસને જાણ કરી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ ચૌહાણ સહીતે સ્થળ પર પહોંચી ટીપરવાનના હેલ્પર જીવણભાઇ આણંદભાઇ સાગઠીયા (ઉ.વ.૬૩) (રહે. રોહીદાસપરા શેરી નં. ર)ની ફરીયાદ પરથી બાળકને તરછોડનાર અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:24 pm IST)