રાજકોટ
News of Friday, 10th September 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસ '૦'

હાલ ૭ દર્દીઓ સારવારમાં: કુલ ૪૨,૮૧૨ કેસ થયાઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ તા. ૧૦: શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે. આજે પણ બપોર ૧ર સુધીમાં એક પણ કેસ  નોંધાયો નથી.

 શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૧૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૪૭  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૩૩૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૩,૬૩,૧૮૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૧૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૧૪  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:37 pm IST)