રોટરી કલબ દ્વારા સાક્ષરતા દિવસની ઉજવણી :
રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની રાતૈયા પ્રા.શાળા ખાતે ઉજવણી કરાઇ હતી. સંસ્થાના સભ્યોના આર્થિક સહયોગથી રૂ.૨૬ હજારની કિંમતના ગણિત વિજ્ઞાનના સાધનો તેમજ સ્કેચપેન, કંપાસ બોકસ, પેપર સહીતની સામગ્રી વિદ્યાર્થીઓ માટે શાળાને અર્પણ કરાઇ હતી. આ તકે કલબના પ્રેસીડેન્ટ પરેશ બાબરીયા, સેક્રેટરી નિખિલ ઉચાટ, પ્રોજેકટ ઇન્ચાર્જ નિરેન જાની તેમજ અન્ય સભ્યો અમીષ દેસાઇ, ચેતન પુજારા, પિયુષ પંચાસરા, દિવ્યેશ પટેલ, સંદીપ ગાંધીનો સહયોગ મળ્યો હતો. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી અન્ય કાર્યક્રમો હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે કલબ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત તાજેતરમાં પાંજરાપોળના સ્ટાફ મેમ્બર્સ માટે ભોજન તેમજ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થામાં કપડા તેમજ સીવીલ હોસ્પિટલના દર્દીઓ તથા તેમના સ્વજનોને નાસ્તાનું વિતરણ કરાયુ હતુ. તેમ પ્રેસીડેન્ટ પરેશ બાબરીયાની યાદીમાં જણાવાયુ છે.