રાજકોટ
News of Friday, 10th September 2021

બે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા :૧૧ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે પરસાણા સોસાયટીમાંથી ચાર મહિલા અને માલવીયાનગર પોલીસે માયાણીનગરમાંથી સાતને દબોચ્યા

રાજકોટ, તા. ૧૦ :  પચાસ ફૂટ રોડ પર પરસાણા સોસાયટીમાં મકાનમાંથી ચાર મહિલાને ક્રાઇમ બ્રાંચે તથા માલવીયાનગર પોલીસે માયાણી નગરના મકાનમાંથી સાત શખ્સોને જુગાર રમતા પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ પ૦ ફૂટ રોડ સોરઠીયા વાડી સર્કલ પાસે પરસાણા સોસાયટીમાં એક મહિલા જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડકોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ, કુલદીપસિંહ તથા સૂર્યકાંતભાઇ સહિતે પરસાણા સોસાયટીમાં રહેતા અમીનબેન અતુલભાઇ બગડાઇના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક અમીબેન બગડાઇ તથા મુંજકા ગામ ટીટોડીયા કવાર્ટરના લક્ષ્મીબેન સંદીપભાઇ સોલંકી, જયુ રાજદીપ સોસાયટીના મીનાબેન દિનેશભાઇ રૂડકીયા અને પુનીતનગર શેરી નં. ૯ના કાશ્મ્ીરાબેન વિજયભાઇ સંકડેચાને પકડી લઇ રૂ. ર૮,પ૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીન દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના કોન્સ હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે ખીજડાવાળો રોડ માયાણીનગર શેરી નં.રમાં રહેતા અશોક વાલજીભાઇ ધોકીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક અશોક ધોકીયા તથા સીતારામ સોસાયટી શેરી નં. ૧ ના  પ્રફુલ રાજશીભાઇ છાંયા, ૪૦ ફૂટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં.૩ ના મનસુખ અરજણભાઇ ગાઘેર, માયાણીનગર શેરી નં. ર ના નીતિન રવજીભાઇ જોગીયા, માટેલ સોસાયટી શેરી નં. ૪ ના હસમુખ અરજણભાઇ ચીત્રોડા, ઉદયનગર-૧ કેશવી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧ ના સવજી ભાણજીભાઇ ભરડવા અને પ્રીયદર્શન સોસાયટી શેરી નં. ૪ ના શૈલેષ નારણભાઇ ધોકીયાને પકડી લઇ રૂ. ૧૪,૩૦૦ ની મતા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ. કે.એન. ભુકણના માર્ગદર્શક હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા તથા મસરીભાઇ, દિગ્પાલસિંહ જાડેજા, કમલેશભાઇ મોરી, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા તથા હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

વરણી ફીચરનો જુગાર રમતો અમીન પકડાયો

ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા વાલજીભાઇ જાડા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ઢેબર કોલોની કવાર્ટર પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડતા ઢેબર કોલોની કવાર્ટર સામે જીન્નતબેનની ઓરડીમાં રહેતો. અમીન કાયમઅલી સીયાણીને પકડી લઇ રૂ. ૧ર૦૦ ની રોકડ કબ્જે કરી હતી. જયારે જીન્નતબેન સીદીકભાઇ માણેકની શોધખોળ હાથ ધરી છે.

(3:35 pm IST)