રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિરે શ્રીમદ ભાગવત માસ પારાયણ સંપન્ન

જામજોધપુર-જૂનાગઢ : રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં તથા તથાસ્તુઃ વિદ્યાપીઠના લાભાર્થે સુપ્રસિદ્ઘ ભાગવત કથાકાર પૂ.જીગ્નેશદાદા (રાધે-રાધે) ના વ્યાસાસને શ્રી મદ ભાગવત માસ પારાયણ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રી મદ ભાગવત માસ પારાયણમાં પુ. કોઠારી સ્વામી હરિચરણદાસજી,પુ.ભકતવત્સલ સ્વામીજી, પુ. જે.પી. સ્વામીજી , પુ. આનંદસ્વામીજી , રાજકોટ બાલાજી મંદિરના કોઠારી પૂ.વિવેકસાગર સ્વામી તથા પૂ.મુનિવત્સલ સ્વામી સહિતના સંતો તથા લોકસાહિત્યકાર કીર્તિદાનભાઈ ગઢવી,દેવાયતભાઈ ખાવડ, સાંઈરામ દવે ,રાજકોટ ના કલેકટર સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.આ તકે અહીંના કોઠારી પૂ. રાધારમણદાસજી સ્વામીએ પણ ૨ દિવસ કથાનું રસપાન કરાવી ભકતો ને રાજી કર્યા હતા.તેમજ કર્તવ્ય ટીવી તથા રાધે રાધે ઓફિસિયલ યુ-ટ્યુબ ચેનલ ના માધ્યમથી લાખો શ્રોતાએ કથાને નિહાળી હતી.અને પૂ. જીગ્નેશ દાદાએ ભકતોને ભકતીરસ પીરસી ભાવવિભોર કર્યા હતા. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા (જામજોધપુર), વિનુ જોશી (જૂનાગઢ)