રાજકોટ
News of Friday, 10th September 2021

આવાસ યોજનાઓમાં ચેકિંગ ચાલુ: આવાસ યોજનાના આવાસમાં તાળા તૂટેલા મળી આવતા મનપાએ તાળા લગાવ્યા

BSUP – 1 આવાસ યોજનામાં RMC હસ્તકના કુલ ૬૧ આવાસ પૈકી ૩૪ આવાસમાં અને મુખ્યમંત્રી આવાસ યોજનાની LIG પ્રકારની છત્રપતિ શિવાજી આવાસ યોજના ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસમાં, લોકમાન્ય તિલક આવાસ યોજના ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તૂટેલા મળી આવતા મહાનગરપાલિકાના તાળા લગાવાયા

   રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૦૮-૦૯-૨૦૨૧ અને તા. ૦૯-૦૯-૨૦૨૧નારોજ BSUP-1 આવાસ યોજનાની વિવિધ સાઈટ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન BSUP – 1 આવાસ યોજનામાં RMC હસ્તકના કુલ ૬૧ આવાસ પૈકી ૩૪ આવાસમાં અને મુખ્યમંત્રી આવાસ યોજનાની LIG પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસ લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તૂટેલા મળી આવતા મહાનગરપાલિકાના તાળા લગાવવામાં આવ્યા હતા.
   આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૦૮/૦૯/૨૦૨૧ના રોજ BSUP – 1 આવાસ યોજનાની ત્રિલોક પાર્ક સાઈટ ખાતે ૪૯ આવાસ ચેક કરતા ૨૯ આવાસમાં, ઈન્ડીયન પાર્ક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૫ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા RMCના તાળા લગાવી દેવામાં આવ્યા હતા તેમજ તા. ૦૯/૦૯/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી આવાસ યોજનાની LIG પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસમાં, લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા RMC ના તાળા લગાવી દેવામાં આવેલ છે.

(7:15 pm IST)