રાજકોટ
News of Wednesday, 10th August 2022

નેત્રહિન લોકોને જ્ઞાનનો ભંડાર મળે તે માટે જેલકેદીઓ માધ્યમ બન્યા

હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી મળી કુલ ૭૦૦ પુસ્તકને સાબરમતી જેલના ચિરાગે અવાજ આપ્યોઃ હાર્દિક પ્રજાપતિએ ૭૦ પુસ્તકમાં અવાજ નિષ્ણાત તરીકે આપ્યો છેઃ અકિલાના વાંચકો સમક્ષ અદ્દભુત કથા વર્ણવે છે, ગુજરાતના મુખ્ય જેલ વડા ડો.કે.એલ.એન રાવ

રાજકોટ, તા.૧૦:  દ્રષ્ટિહીન લોકો જ્ઞાનથી વંચિત ન રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા અવિરત પ્રયાસોમાં ગુજરાતના જેલ કેદીઓ દ્વારા પણ પોતાનુ અમૂલ્ય યોગદાન બોલતા પુસ્તક તરીકે જાણીતા વીડિયોમાં પોતાના ખાસ અવાજ ખૂબ સારી અને સ્પષ્ટ રીતે સમજાય તે રીતે આપવામાં આવ્યો હોવાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના એડી.ડીજી લેવલના સિનિયર મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.                     

અંધજન મંડળના સહયોગથી ચાલતા આ પવિત્ર કાર્યમાં ગુજરાતની સાબરમતી જેલના કેદીઓ દ્વારા પોતાનો આવાજ આપવામાં આવ્યો છે, તેમ જણાવવા સાથે ડો.કે. એલ.એન.રાવ દ્વારા વિશેષ રસ-દ માહિતી આપતા જણાવેલ કે, ગાંધી યાર્ડમાં રેર્કોડિંગ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, હાલમાં જેલના અડધો ડઝન જેટલા કેદીઓ આ ઉમદા કાર્યમાં, મહદ અંશે આ રેર્કોડિંગ ૪ ભાષામાં કરવામાં આવે છે, જેમાં ગુજરાતી ભાષા વિશેષ રહે છે. ડો.કે. એલ.એન રાવ દ્વારા અકિલા દ્વારા ચિરાગ અને હાર્દિક મોટે પાયે આ ઉમદા કાર્યમાં ભાગ લીધા બાબતેના પ્રશ્ન અંગે સમર્થન આપી સાબરમતી જેલના ચિરાગે ૭૦૦ જેટલા પુસ્તકોમાં પોતાનો અવાજ આપ્યો છે.આ બોલતા પુસ્તક નામે જાણીતા પુસ્તક ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષામાં હોય છે, ઉકત બાબતે આ પ્રોજેકટમા   રસ લેનાર જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવના મતે આવા પુસ્તકોમાં વિષય અનુરૃપ લહેકો રાખવા સાથે આવાજની ગતિ અને શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ હોવા જરૃરી છે.    

ડો.કે.એલ.એન.રાવ દ્વારા વિશેષમાં 'અકિલા' દ્વારા થયેલ પ્રશ્નમાં હાર્દિક પ્રજાપતિ દ્વારા ૭૦ થી ૮૦ પુસ્તકમા પોતાના આવાજ આપવામાં આવ્યાંની બાબતને સમર્થન આપેલ.     

અત્રે એ યાદ રહે કે ગુજરાતના જેલ કેદીઓ દ્વારા ૩ હજાર પુસ્તકમા નેત્રહીન લોકો માટે અવાજ આપ્યાની વાત જાણી ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત ગૃહ મંત્રાલય તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર ખૂબ ખુશ થયેલ છે.(

(4:13 pm IST)