કાલથી સોમવાર સુધી ગામેગામ કેસર કલમી આંબાના રોપાનું રૂ.૧૦૦માં રાહત દરે વિતરણ
કાલે ઉગામેડી, શુક્રવારે ધ્રોલ, રવિ-સોમ રાજકોટ મોરબી, અને તિથવા ગામે નવરંગ નેચર કલબનો કેમ્પ
રાજકોટઃ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા કેસર કલમી આંબા (૧૦૦રૂ) ના રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.
ઉગામેડીઃ પીપળા ચોક, ઉગામેડી, તા-ગઢ઼ડા સ્વામી તા.૧૧ (ગુરૂવાર) સમયઃ સવારે ૧૦ થી
ધ્રોલઃ મૂંગરા કન્યા છાત્રાલય, ખારવા રોડ ધ્રોલ તા.૧૨ (શુક્રવાર), સમયઃ સવારે ૯.૩૦થી
રાજકોટઃ ૧૫૦ ફુટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો, રાજકોટ તા.૧૪ (દર રવિવાર), સમય સવારે ૮ થી
મોરબીઃ ઉમિયા સર્કલ પાસે, મહાદેવના મંદિરની બાજુમાં, મોરબી, તા.૧૪ (રવિવાર), સમય સવારે ૮.૩૦ થી
તીથવાઃ ગામના જાપા પાસે , તીથવા, તા.વાંકાનેર, તા.૧૫ (સોમવાર), સમય : સવારે ૯.૩૦થી
કલમી ફળાઉ રોપા વધુમાં વધુ વવાતા થાય તેવા હેતુ થી સૌરાષ્ટમાં નવરંગ નેચર કલબની ઝુંબેશ ચાલી રહી હોવાનું યાદીમા જણાવાયું છે.
સોસીયલ ડિસટન્સના પાલન સાથે માસ્ક ફરજીયાત પહેરવા વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર કલબ-રાજકોટ, (મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮) દ્વારા અનુરોધ
કરાયો છે.