બુટલેગર પ્રતિક ઉર્ફ કાળીયાના ૪.૨૦ લાખના દારૂ સાથે ભકિતનગર પોલીસે ધવલ અને પ્રદિપને દબોચ્યા
પીપળીયા હોલ પાસે શ્રીનાથજી કોમ્પલેક્ષના પાર્કિંગ અને પહેલા માળે ઓફિસમાં દરોડો : પાર્કિંગમાંથી દારૂની પેટીઓ ઉપરની ઓફિસમાં ચઢાવતા હતાં ત્યારે જ પોલીસ ત્રાટકીઃ કાળીયાની શોધખોળઃ હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા અને કોન્સ્ટેબલ વાલજીભાઇ જાડાની બાતમી પરથી દરોડો
રાજકોટ તા. ૧૦: પીપળીયા હોલ પાસે શ્રીનાથજી કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ઉપરના પહેલા માળે આવેલી ઓફિસમાં દારૂની પેટીઓ ચઢાવવામાં આવી રહી છે તેવી બાતમી પરથી ભકિતનગર પોલીસે દરોડો પાડી પાર્કિંગમાંથી અને ઓફિસમાંથી મળી રૂ. ૪,૨૦,૦૦૦નો ૭૦ પેટી દારૂ કબ્જે કરી રૂ. ૪૬ હજારના પાંચ મોબાઇલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો બુટલેગર પ્રતિક ઉર્ફ કાળીયાનો હોવાનું ખુલ્યું છે.હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા અને કોન્સ. વાલજીભાઇ જાડાની બાતમી પરથી દરોડો પાડી બે શખ્સો ધવલસિંહ અજીતસિંહ પરમાર (ઉ.૨૨-રહે. વિવેકાનંદનગર-૨, ૪૦ ફુટ રોડ) તથા પ્રદિપ બુધેશભાઇ (બિપીનભાઇ) હરસોડા (ઉ.૩૩-રહે. સહકાર રોડ, ધર્મહોલ સામે)ને પકડી લેવાયા છે. બંનેએ પુછતાછમાં પ્રતિક ઉર્ફ કાળીયો અરવિંદભાઇ પરમાર (રહે. ગોપાલ પાર્ક-૧)નો દારૂ હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ , જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા, એસ. એન. જાડેજા, એએસઆઇ ફિરોઝભાઇ આઇ. શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા, મનરૂપગીરી ગોસ્વામી, સલિમભાઇ મકરાણી, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, મનિષભાઇ શિરોડીયા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને ટીઆરબી રક્ષિત વાડોદરીયાએ આ કામગીરી કરી હતી. બંનેની વિશેષ પુછતાછ હાથ ધરી કાળીયાનેે શોધખોળ યથાવત રખાઇ છે.