રાજકોટ
News of Tuesday, 10th August 2021

વોર્ડ નં.૧માં આમ આદમી પાર્ટી કાર્યાલયનો પ્રારંભ

વોર્ડ નં.૧ વિતરાગ સોસાયટી, સત્યનારાયણ પાર્ક, ગેઇટ નં.ર ની સામે, નાણાવટી ચોક ખાતે વોર્ડ નં.૧ના લોકોના પ્રશ્નોને વાચા આપવા આમ આદમી પાર્ટી કાર્યાલયનું શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અતિથી વિશેષ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્રઝોન ઇસ્ટ અજીતભાઇ લોખીલ, ગુજરાત પ્રદેશ સંગઠ્ઠન મંત્રી સૌરાષ્ટ્ર ઝોન સાઉથ સંગઠ્ઠન મંત્રી રાજભા ઝાલા, તેમજ અને શહેરના તમામ હોદ્દેદારો, તેમજ મહિલા પ્રમુખ અને હોદ્દેદારો તેમજ વિવિધ મોરચા, તથા પદાધિકારીઓ તેમજ રાજકોટ શહેર ઇસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલઝોન પ્રભારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ. કાર્યાલય કાર્યરત કરવા માટે શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ જોષી, વોર્ડ પ્રમુખ સહદેવસિંહ સરવૈયા, પ્રભારી માલદેવભાઇ ચાવડા, વોર્ડ સંગઠ્ઠન મંત્રી મૌલ્કિભાઇ ચૌહાણ, વોર્ડ મહામંત્રી પ્રતાપભાઇ લોખીલ, વોર્ડ યુવા પ્રમુખ રશ્મિતભાઇ પ્રજાપતિ, શહેર વેસ્ટ ઝોન પ્રભારી રાકેશભાઇ સોરઠીયાએ જહેમત ઉઠાવેલ. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવે છે.

(3:25 pm IST)